________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. - 549 પ્રમાણે આશ્રય આપેલો જોઈ તે ચીરડાઈ ગયો. એજ અરસામાં ઘસીટા બેગમ, સંતજંગ વગેરે સાથે અંગ્રેજોને ગુપ્ત પત્ર વ્યવહાર ચાલતું હોવાથી પિતાની વિરૂદ્ધ તેઓ ખટપટ કરે છે એમ તેને લાગ્યું. બંગાળામાં આ બનાવ બનતા હતા ત્યારે યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે થડા વખતમાં લડાઈ જાગી ઉઠવાની ખબર હિંદુસ્તાનમાંના અંગ્રેજ ફ્રેન્ચ લોકોને મળી, અને પિતપતાનાં સંસ્થાનની દુરસ્તી કરી ગ્ય વ્યવસ્થા કરવા માટે ઉભય પ્રજાને હુકમ મળ્યો. આ ઉપરથી નદીની બાજુએથી કિલ્લેબંધી કરી તેઓએ પિતાની વખારને બંદેબસ્ત ક્યો. અલિવર્દીખાન આ વેળા જીવતે હેત તે તે એમને પિતાની હદમાં લડવા દેતા નહીં. પરંતુ તેના મરણ બાદ નવાબનું વજન તેટલું રહેવાનું નથી અને આપણને મરજી માફક વર્તવાનું બનશે એમ યુરેપિયને સમજતા હતા. પિતાના ઉપર કેાઈને સંશય આવે નહીં તેવા હેતુથી તેઓ એક બીજા ઉપર નવાબ વિરૂદ્ધ ઉશ્કેરણી કરવાને આરેપ મુકતા. આ વિચાર અને બેત ખુલ્લી રીતે ચાલતા હોવાથી તે સઘળા નવાબને કાને પહોંચ્યા એટલે તેનું અંતઃકરણ અતિશય વ્યગ્ર થયું, અને બન્ને પાશ્ચાત્ય વેપારીઓ માટે તેને ઘણી ચીડ આવી. અંગ્રેજો ઉપર નજર રાખવા સારૂ નવાબે મીનાપુરના કારભારી રાજારામને મુદ્દામ કલકત્તે મોકલ્યા. કાસીમબજારની વખારને મુખ્ય અમલદાર વેટસ ઘણે ચાલાક, સાહસિક, તથા કાવત્રાંખોર હતા, અને તે નવાબના દરબારની તથા હીલચાલની બાતમી હમેશાં તાબડતોબ કલકત્તે લખી મોકલતે હતે. વળી દરેક બાબતમાં આગળ શું કરવું એ પ્રશ્ન કલકત્તા કૌન્સિલ રૂબરૂ આવતાં તેઓ પ્રથમ વેટસની સલાહ લઈ તેના વિચાર મુજબ કામ કરતા. એક તરફ એ ગૃહસ્થ નવાબના દરબારમાં અંગ્રેજોને જાસુસ હતો, અને બીજી તરફથી તે નવાબને ત્યાં તેમને વકીલ હતે એમ કહી શકાય. નવાબને ગુસ્સો આપણું તરફ ઉશ્કેરે છે એવી બાતમી વેટલે કલકત્તામાં ગવર્નર ડેકને લખી જણાવી, અને કિસનદાસને અંગ્રેજી હદમાંથી હાંકી કહાડવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ સલાહ માન્ય નહીં