________________ 522 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉઘડી. જીવ બચાવી કેવી રીતે પાછા ફરવું, અને પિન્ડીચેરીને બચાવ કેવી રીતે કરવો એ એક મોટો પ્રશ્ન તેની રૂબરૂખડો થયે. દારૂગોળ તથા અન્નસામગ્રી ખુટી ગયાં હતાં; 3 ફ્રેન્ચ સિપાઈઓ જખમી થઈ પડેલા હતા તેમને લઈ લાલીથી જવાય તેમ નહોતું, એટલે તેમને પાછળ મુકી ઘેરે ઉઠાવી સેન્ટ ટામેને રસ્તે તે પિડીચેરી આવ્યું. મદ્રાસથી ઉપડતાં પહેલાં એણે જખમી માણસેની કાળજીપૂર્વક સારવાર કરવા અંગ્રેજ ગવર્નરને એક વિનંતી પત્ર લખ્યું હતું. આ પ્રમાણે હિંદુસ્તાનમાંથી અંગ્રેજોને હાંકી કહાડવાને મેટા ઈરાદે કરી અહીં આવેલા લાલીને તેમને જેમને તેમ રહેવા દઈ ચાલ્યા જવાની ફરજ પડી. આ અપયશ માટે સઘળે ઠપકે એને શીર નાંખવામાં આવે છે. લાલી દુરાગ્રહી અને હઠીલે હો એ ખરું, પણ તેનું વર્તન આખર સુધી સૂર પુરૂષને શોભા આપે તેવું અને અત્યંત રાજનિષ્ઠ હતું. તેની સાથેનાં બીજાં માણસો સ્વાર્થભમાં તણાઈ સ્વદેશની ઘાત કરવા પ્રેરાયેલા છેવાથી આ અપયશને મેટ દેશ તેમને માથે પડે છે. મદ્રાસથી નીકળી લાલી કેંજીવરમ, આર્કટ વગેરે ઠેકાણે થોડે ઘણે બંદોબસ્ત કરી પિડીચેરી આવ્યો. અહીં ડિલેરી અને કેન્સિલ સાથે તેને મોટી તકરાર થઈ. બીજી તરફ અંગ્રેજોએ જે થાણું કબજે કરી ત્યાંનાં લશ્કરને પેન્ડીચેરી તરફ હાંકી કહાડવું, તેપણ લાલીએ પિતાની ધીરજ છોડી નહીં; હરેક તરેહના યત્ન કરી તે પિતાને બચાવ કર્યો હતો. તેના હાથ હેઠળના સઘળા માણસે વિફર્યા હતા, તેઓએ ખુલ્લી રીતે બંડ ઉ. ઠાવ્યું હતું, અને તેમાં કેટલાક શત્રુને જઈ મળતા હતા. આવી સઘળી મુશ્કેલીઓમાંથી લાલી યુક્તિથી છટકતો હતે. એટલામાં ડાશેને ફ્રેન્ચ કાફલો પેર્ટ લુઈથી પેન્ડીચેરી આવતું હતું ત્યારે રસ્તામાં ફેર્ટ સેન્ટ ડેવિડ નજીકના દરીઆમાં તે અને એડમીરલ પિકૅકને કાફલો સામસામા આવી જતાં એક ઝનુની લડાઈ થઈ અને ઉભય પક્ષને પુષ્કળ નુકસાન પહોંચ્યું. આ ઝપાઝપીમાં પશે જખમી થયો, અને અંધારું થતાં તે પિતાનાં વહાણ લઈ પેન્ડીચેરી આવ્યો; સાથે લાવેલે ચારપાંચ લાખ રૂપીઆને અવેજ ત્યાં આપી તરતજ તે પાર્ટ લુઈ તરફ રવાના છે. આ વખતે લાલી ઘણે