________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 521 સંસ્થાન કેન્ચ લેકે હસ્તગત કરી શક્યા તેથી અંગ્રેજોને બહારથી મદદ મેળવવાની સગવડ મળી. તા. 13 મી ડીસેમ્બરે મદ્રાસના કિલ્લા બહારને બ્લેક ટાઉન (Black Toun) નામને દેશીઓનો વિભાગ લાલીના હાથમાં આવ્યું. આ શહેરમાં રહેતા દેશી વેપારીઓ પુષ્કળ તાલેવંત હતા તે સઘળાને લૂટી ફ્રેન્ચ લશ્કરે સુમારે સાત લાખ રૂપિઆને જ મેળવ્યો. પણ લશ્કરની અવ્યવસ્થાને લીધે આ મોટી રકમમાંથી માત્ર 25-30 હજાર રૂપીઆ સરકારી ત્રીજોરીમાં જમે થયા. પિન્ડીચેરીના અધિકારીઓના માંહોમાંહેના સંશયાત્મક વર્તનથી લશ્કરી વ્યવસ્થા એટલી ખરાબ થઈ ગઈ હતી કે આજીજીપૂર્વક વિનંતી કરી તેમની પાસે કામ કહડાવવાની લાલીને જરૂર પડતી. તા. 14 મી ડીસેમ્બરે મદ્રાસ આગળ અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે ઘણજ ઝનુની લડાઈ શરૂ થઈ, તેમાં લાલીનાં લશ્કરે બહાદૂરીથી લડી અંગ્રેજોને સખત માર માર્યો, અને તેને કદાચ હરાવતે, પરંતુ બુસીએ આપતી વેળાએ આપવી જોઈએ તેવી સહાય નહીં આપવાથી, અંગ્રેજો છટકી જઈ કિલ્લામાં ભરાઈ બેઠા. કેન્ય લોકોએ મદ્રાસના સેન્ટ જેના કિલ્લાને ઘેરે ઘા તેમાં પણ જોઈએ તેવી ચાલાકી તેઓ બતાવી શક્યા નહીં. લાલીનાં માણસે બ્લેક ટાઉનની લૂટ પચાવી પાડવામાં અને અનેક તરેહના અનાચાર કરવામાં મશગુલ હતા, એટલે તાર વગેરે ઈતર પ્રાંતના લેકને ઉશ્કેરી અંગ્રેજોએ તેને હેરાન કરવા માંડયો. વળી બસ કેન્ચ સિપાઈઓ સ્વરાષ્ટ્રને દેહ કરી અંગ્રેજોને જઈ મળ્યા હતા, તેઓ વારંવાર કિલ્લા ઉપર આવી પિતાના મળતીઆઓને અંગ્રેજોને મળી જઈ પિતાનું કલ્યાણ કરવા, અને વિના કારણે જીવ જોખમમાં ન નાંખવા આગ્રહ કરતા. એમ છતાં તા. 2 જી જાનેવારી, સને 1759 થી દોઢ મહિના સુધી લાલીએ તેને મારે ચલાવી કિલ્લો લેવા મહાન પ્રયત્ન કર્યો. કિલ્લાની દીવાલમાં ભંગાણ પડતાં એકદમ અંદર દાખલ થવાને તેણે મનસુબે કર્યો, પણ તેના અમલદારો તથા માણસોએ આગળ પગ મુકવાને હિમત કરી નહીં. તા. 16 મી ફેબ્રુઆરીએ એડમિરલ પિકક (Admiral Pocock) મોટે કાફલો લઈ અંગ્રેજોને મદદ કરવા આવી પહોંચતાં લાલીની આંખ