________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 517 મહિના અગાઉ નીકળી સને ૧૭પ૭ ના સપ્ટેમ્બરમાં પેન્ડીચેરી આવ્યું તે પછી બીજા વર્ષના એપ્રિલ માસમાં લાલી આવ્યા તે અગાઉ ડીલેરીએ પ્રથમની ફેજને ઉપયોગ કર્યો હોત તે એ પ્રાંતમાં તે વેળાએ અંગ્રેજોનું કંઈ પણ લશ્કર ન હોવાથી કેન્ચ સત્તા કાયમ થતાં મદ્રાસ અને ફર્ટસેન્ટ ડેવિટ તે સહેલાઈથી કબજે કરી શકતે. લાલીની સાથે આવેલા કાફલામાં કાઉન્ટ ડાશે (d' Ache) નામને એક વિચિત્ર હસ્થ હત; તેની નિમણુંક લાલીના વડપણ હેઠળ ન થયેલી હોવાથી તે મનમાનતી રીતે વર્યો, તેણે લાલીની સલાહ ગણકારી નહીં, અને તેને લીધે આખરે સ્વદેશને ભારે નુકસાન કર્યું. પ્રથમથી જ પિન્ડીચેરીના અધિકારીઓ માટે લાલીને અભિપ્રાય સારો નહોતે, અને એ સઘળાઓને સુધારી શિક્ષા કરવા માટે પોતે આવ્યું છે એમ તે સમજતે હેવાથી તેને કોઈ સાથે બન્યું નહીં. કોઈ સલાહ આપતું તે તે કપટથી આપી હશે એમ ધારી તેને તે સ્વીકાર કરતે નહીં. તેનાં આવાં કૃત્યથી કંટાળી કેઈએ ખરી ઉત્કંઠાથી તેને મદદ કરી નહીં. “આપણું શૌર્યને બ લાગે, આપણે રાષ્ટ્રદ્રોહી ગણાઈએ પણ લાલીની ખોડ ભુલાવવી” એવો બેત તેની ઉદામ વર્તણુકને લીધે ઉશ્કેરાઈ જઈ અનેક ફ્રેન્ચ ગૃહસ્થાએ ર હતે. ઉપરથી હેઠળ સુધીના સઘળાઓનાં મનમાં આવા મૂર્ખાઈ ભરેલા વિચારે દાખલ થયા હતા. કિનારો ઉપર ઉતરતાં લાલીએ મદ્રાસ અને ફેર્ટ સેન્ટ ડેવિડ લેવાને ઠરાવ કર્યો, પરંતુ સઘળું વ્યર્થ હતું. ડિલેરી તરફની કંઈ તૈયારી નહતી, દુશ્મન તરફ ની કંઈ બાતમી નહતી; ત્રીજોરી ખાલી પડી હતી, માર્ગ બતાવી શકે તેવાં માણસે નહેતાં; આટલું છતાં લાલીને મદદ કરવાની ઈચ્છા જોઈએ તે કોઈને નહોતી. લાલીએ ગાંઠના પૈસા ખચીં બની શકે તેટલી તૈયારી કરી. અંગ્રેજ કાલે ડાશેની પછી ત્રણ મહિને નીકળી તેની પહેલાં સવા મહિના અગાઉ અહીં દાખલ થયો હતે. માર્ગમાં નાગાપટ્ટણ આગળ બને સામસામા થતાં થયેલી ઝપાઝપીમાં ડાશેને ભારે નુકસાન પહોંચ્યું. તા. 1 લી મે, સને 1758 ને દીને લાલી પિન્ડીચેરીથી નીકળી કડલોર ગયો, અને