________________ પ્રકરણ 19 મું. ] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 511 આટલાં મેટાં લશ્કરને મુંબઈમાં નકામું રાખવું અગર કંઈ કામ કર્યા વિના પરત રવાના કરવું અંગ્રેજોને ઈષ્ટ જણાયું નહીં. ઉપાડી લેવા સરખા કામની તપાસ કરતાં કલાઈવને મરાઠા સાથે થયેલા તહના તથા તેની રૂએ વિજયદુર્ગને કિલ્લો કબજે કરવાનું બાકી છે એવા સમાચાર મળતાં, આઇસે યુરોપિયન અને એક હજાર દેશી લશ્કર વહાણ ઉપર ચડાવી કલાઇવ અને વૈટસન વિજયદુર્ગ તરફ રવાના થયા. બીજી તરફથી પેશ્વાની જ ખંજી માણકરનાં ઉપરીપણા હેઠળ અને મુલકમાં દાખલ થઈ રામાજીપંતની સલાહથી પ્રદેશ હસ્તગત કરતી હતી. બે બાજુથી આવી તૈયારી થતી જોઈ તુલાજી આંચે પિતાના બચાવ માટે રામાજીપત પાસે આવ્યો, અને સલાહની ભાંજગડ કરવા માંડી. આ પ્રમાણે પેશ્વા તથા આંચે વચ્ચે સલાહ થાય તે વિજયદુર્ગને લાભ હાથમાંથી જતો રહેશે એમ અંગ્રેજોને લાગ્યું; અને પિતાની સલાહ વિના મરાઠાઓએ તુલાજી સાથે સંદેશા ચલાવ. વામાં પેશ્વાએ અગાઉ કરેલા કરાર તેડ્યાનું નિમિત્ત કહાડી તેઓ એક દમ વિજયદુર્ગ ઉપર આવ્યા. વટસને સમુદ્રમાંથી અને કલાઈવે જમીન માર્ગ કિલ્લાને ઘેરે ઘાલ્યો. આ હકીકત સામાજીની જાણમાં આવતાં અંગ્રેજો પાસે ઘેરે ઉઠાવવા તેણે પુષ્કળ પ્રયત્ન કર્યા, પણ તેમાંથી કંઈ નિષ્પન્ન થયું નહીં, અને અંગ્રેજોએ કિલે સર કરી ઓના કાફલાને બાળી નાંખે. કિલ્લામાંથી દસ લાખ રૂપીઆ અવેજ મળે તે એકલા અંગ્રેજોએ લઈ લીધે (ફેબ્રુઆરી સને ૧૭પ૬). કિલ્લે સર થતાં કરારની રૂએ પેશ્વાને તે હવાલે કરવાનો હતો, પણ ગમે તેમ બહાનાં કહાડી અંગ્રેજોએ પિતે તે રાખી લીધે. મરાઠાઓના વ્યવહારમાં તેમણે દખલ કરવાને આ પહેલે પ્રસંગ હતા. આ ઉપરથી મરાઠાઓની રાજનીતિ વિષે નાના પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે છે પણ તેને વિચાર બ્રિટિશ રિયાસતમાં કરવાની જરૂર નથી. 2. બુસી, નિઝામ અને ઉત્તર સરકાર પ્રાંતા–બુસી મચ્છલીપણ જઈ ત્યાંના મુલકની વ્યવસ્થા કરતું હતું એ ઉપર કહેવામાં આવ્યું છે. તે સને 1754 ના અંતમાં ત્યાંનું કામ આપી ગેદેહૂના