________________ 510 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરવા માટે પેશ્વાની વતી અંગ્રેજો સાથે કલકરાર કર્યા. અંગેના કિલ્લા વિજયદુર્ગ અને સુવર્ણદુર્ગ ઉભય પક્ષે જીત્યા પછી તે પેશ્વાને મળે, એને નાશ થયા પછી પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોની સત્તા રહે, લૂટ સઘળી પિસ્થાને મળે, અને બાણકોટ, હિમતગઢ અને નજીકનાં પાંચ ગામે હમેશ માટે અંગ્રેજોને મળે, એવા પ્રકારને કરાર તેમની અને પેશ્વા વચ્ચે થયો (માર્ચ સને 1755). આ તહના મુખ્ય આશય અન્વયે પશ્ચિમ કિનારા ઉપર બંદેબસ્ત રાખવાનું કામ પેશ્વાએ અંગ્રેજોને સોંપ્યું, પણ એથી તેણે પિતાની સ્વાતંત્રતાને કેટલું નુકસાન પહોંચાડયું તેને વિચાર વાચકને આવશે. એના તાબામાંના અનેક કિલ્લાઓ પૈકી સુવર્ણદુર્ગ અને વિજયદુર્ગ વિશેષ મજબૂત અને પ્રસિદ્ધ હતા. વિજયદુર્ગને મુસલમાને ઘેરીઆ કરીને કહે છે. સને 1755 ના માર્ચ મહિનાની 22 મી તારીખે કૅમેડોર જેમ્સ ચાર નાનાં જહાજ લઈ મુંબઈથી નીકળે, અને તેણે પંદર દિવસની અંદર સુવર્ણદુર્ગના કિલ્લાને કબજે લીધે. તેની સાથેની પેશ્વાની કેજ મુલક જીતતી રત્નાગિરી લગી નીકળી ગઈ, પણ માસું નજદીક હોવાથી વિજ્યદુર્ગ જીતવાનું કામ પડતું મુકી કોમેડર જેમ્સ મુંબઈ પાછો ફર્યો, અને પેશ્વાની ફરજ પિતાને સ્થાને ગઈ. વરસાદના દિવસોમાં ઇંગ્લંડથી ઘણું મોટું લશ્કર એડમિરલ વૅટસન અને કર્નલ કલાઈવની સરદારી હેઠળ મુંબઈ આવી પહોંચ્યું. દક્ષિણમાં નિઝામના દરબારમાં ફ્રેન્ચ લાગવગ અતિશય વધ્યો હતો, અને ત્યાં બુસી ઘર કરી રહેતું હતું. તેને ધાક માત્ર નિઝામને નહીં પણ પેશ્વા સુદ્ધાને લાગતું હતું, અને તેને ત્યાંથી કહેડાવી મુકવા માટે પેશ્વાના હર પ્રયત્ન ચાલુ હતા. અંગ્રેજોને પણ એજ જોઈતું હતું; અને બુસીને એક વખત દૂર કરવાથી કર્નાટકની માફક નિઝામના દરબારમાં પણ પિતાને અમલ બેસશે એમ તેમને લાગતું હતું. આ કામને માટેજ ઈગ્લથી મટી જ આવી હતી, અને મહારાષ્ટ્રમાં જવા કાજે તે મુંબઈ ઉતરી હતી. પણ અહીં આવી પહોંચતાં મદ્રાસમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે તહ થયાની બાતમી કલાઇવને મળી, તેથી મુંબઈથી નિઝામના રાજ્ય તરફ જવાને વિચાર તેને માંડી વાળો પડે