________________ 487 પ્રકરણ 18 મું.] , નિઝામ અને મરાઠા. આપી. મરાઠાઓના જમાવ આગળ બુસીનું કંઈ પણ ચાલ્યું નહીં. સલાબતજંગ તદ્દન બહીકણુ તથા અશક્ત હતું, અને બુસીએ તેને સઘળી રીતે ઘેરી લીધેલો હોવાથી તેજ કરે તે નિઝામ દરબારમાં થાય એ સ્થિતિ હતી. આ પ્રકાર પ્રત્યક્ષ નિઝામને તથા તેના સરદારને દુસહ લાગતે હતું, અને બુસીને દૂર કરવાના પ્રયત્ન નિઝામ દરબારમાં ચાલુ થયા હતા. એને વધેલે લાગવગ પેશ્વાને પણ નુકસાનકારક હતા, એટલે તે પણ તેને દક્ષિણમાંથી હાંકી કહાડવાના ઉદ્યોગમાં આગળ જતાં સામીલ થયો. આવાં કારણોને લીધે મહારાષ્ટ્રમાં અંગ્રેજોને પ્રવેશ આવકારદાયક થયે. બુસીને મરાઠાઓનો ત્રાસ ભારે હતા. પેશ્વાનાં મુત્સદ્દીપણું આગળ તેને હમેશાં નમવું પડતું હતું. તે પણ લાલીએ બુસીને કર્નાટકમાં બેલાવી લીધો ન હોત, તે ફ્રેન્ચનું રાજ્ય હિંદુસ્તાનમાં કાયમ થવાને ઘણો સંભવ હતે. ભાલકીનાં તહ પછીનાં બે વર્ષમાં બુસીએ સલાબતજંગને સંપૂર્ણ રીતે પિતાના કાબુમાં લીધે હતો. ઉત્તર હિંદુસ્તાનમાંના ઘણું રાજા રજવાડાઓ સાથે તેની ભાંજગડ ચાલુ હતી, અને નિઝામનો સઘળો વ્યવહાર તેની મારફતજ ચાલતું હતું. આમ કરવામાં તેનો મુખ્ય હેતુ નિઝામને હલકે પાડવાને હતે. પેશ્વાએ પણ તેજ બેત રચેલો હોવાથી તેને ઘણું નુકસાન પહોંચ્યું. આ બાબત નિઝામે ડુપ્લે આગળ અનેક ફરીઆદ કરી, પણ તેણે કંઈ પણ મન ઉપર લીધું નહીં. બુસી અને નાના સાહેબ પેશ્વા વચ્ચે સારે સ્નેહભાવ હોવાથી બેઉની ખટપટને લીધે દક્ષિણમાં મોગલનું રાજ્ય બુડતું હતું એમ મુસલમાનોને પણ લાગતું. શાહુ છત્રપતિનાં મરણ પછીનાં દસ વર્ષમાં સર્વ હિંદુસ્તાન ઉપર ફરી વળવા માટે મરાઠાઓએ જે મહાન યોજના ઉપાડી હતી તેમાંજ “આખો દક્ષિણનો પ્રદેશ છુટા કરવાને 'પેશ્વાને મનસુબ સમાયેલું હતું. સલાબત જંગનાં કુટુંબમાં ભાઈઓ ભાઈ વચ્ચે કલહ હતો. શાહ નવાજખાન જેવા રાજદ્રોહી મુસલમાન તથા જાનબા નિબાલકર સરખા લુચ્ચા મરાઠા સરદાર તેના દરબારમાં રહેતા હતા. ભુખ્યાં વરૂની માફક સત્તાને માટે તરફડીઆ મારતા બુસી જેવા માણસના હાથમાં રાજ્યનું મુખ્ય સૂત્ર હતું. આ સઘળાં કારણોને લીધે