________________ 486 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પ્રસંગે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું નહીં. આ વ્યવહારમાં વિશેષ ગુંચવાડે ઉતપન્ન થવાનું કારણ એજ હતું કે મરાઠાઓના નિરનિરાળા સરદારો જુદે જુદે પ્રકારે રાજ્ય પ્રાપ્તી માટે ખેંચતાણ કરી રહ્યા હતા. નિઝામના અને કર્નાટકના વ્યવહારમાં નાગપુરને ભોંસલે તથા પેશ્વાને સંબંધ વિશેષ હતા. છત્રપતિ શાહુનાં મરણ બાદ નિઝામનું સઘળું રાજ્ય છીનવી લેવાને બાલાજી પેશ્વાએ ઉપક્રમ ઉપાડ્યો હતો. નાસીરજંગ તથા મુઝફફરજંગની તપાસ રાખવા માટે તેણે પોતાના લશ્કરી સરદારે મુકી દીધા હતા. નિઝામના દરબારમાં રહેતા પેશ્વાઈ વકીલની મારફત ત્યાં થતી દરેક હીલચાલની બાતમી તાબડતોબ પેશ્વાને મળતી હતી.* સને 1751 ના જાનેવારી માસમાં સલાબત જંગને નિઝામગિરી મળી તેજ અરસામાં પેશ્વાએ તેના રાજ્ય ઉપર સ્વારી કરી, પરંતુ તારાબાઈ અને ગાયકવાડનાં કારસ્તાને લીધે અડધું કામ મુકી તેને ત્યાંથી પાછા ફરવું પડયું. એ પછી ખુસીની સલાહથી નિઝામે પેશ્વા સામે યુદ્ધ ચલાવ્યું. ઉત્તર હિંદુસ્તાનમાંથી આવતા પેશ્વાને ખજાન નિઝામે લૂટ. અને પુણું ઉપર હુમલે લાવવાના હેતુથી તે પિતાનાં રાજ્યની હદ છોડી બહાર નીકળ્યો. નિઝામને દીવાન રામદાસપંત ઉ રાજા રઘુનાથદાસ તે વેળાએ સર્વ સૂત્ર હલાવતું હતું, અને બુસી તથા તેની વચ્ચે અક્ય હતું. ઉપર કહ્યા પ્રમાણે નવેમ્બર માસમાં ગ્રહણને દિવસે કુકડી નદી ઉપર પેશ્વા ઉપર હલે કરી નિઝામ કરેગામ લગી આવી પહોંચ્યા, ત્યારે પેશ્વાએ રાબા દાદા, શિંદે, હોલકર અને બીજા અનેક સરદારને લઈ નિઝામના રાજ્યમાં વર્ષ છે મહિના સુધી ઝનુની લડાઈ ચલાવી, અને તેનાં રાજ્યનો મોટો ભાગ ખુંચવી લીધો. આજ યુદ્ધમાં સને ૧૭૫ર ના એપ્રિલ માસમાં રામદાસપંતનું ખૂન થયું હતું. ડિસેમ્બરમાં ભાલકી મુકામે લડાઈથતાં મરાઠા સરદારેએ નિઝામને સઘળી બાજુએથી ઘેર્યો. એ પછી થયેલાં તહનામાની રૂએ નિઝામે પિતાનાં રાજ્યમાંના એક સંબંધ પ્રાંતની સુબાગિરી પેશ્વાને હમેશ માટે * આ મજકુરના કેટલાક પત્ર ર. રાજવાડેના ઐતિહાસિક નિબંધના પહેલા ભાગમાં છાપેલા છે.