________________ પ્રસ્તાવના. દરેક સ્ત્રી યા પુરૂષને પોતાના દેશના ઈતિહાસની સંપૂર્ણ માહિતી અવશ્ય હેવી જોઈએ એ નિર્વિવાદ છે. ઐતિહાસિક વાંચનથી થતા લાભનું કંઈપણ પિષ્ટપેષણ કર્યાવિન એટલું તે અત્રે કહેવું જોઈએ કે આપણી ગુજરાતી ભાષામાં સમગ્ર દુનીઆના, અન્ય દેશોના અને ખાસ કરીને હિંદુસ્તાનના ઇતિહાસની સંપૂર્ણ માહિતી આપનારાં પુસ્તકને અભાવે સાહિત્યના ક્ષેત્રમાં જે અપૂર્ણતા જણાય છે તે કેટલેક અંશે દૂર કરવા અહીં યત્ન કર્યો છે. શાળોપયેગી પુસ્તકની કંઈ ખોટ નથી, તેની સંખ્યા તે પ્રતિ વર્ષ વધતી જ જાય છે. પણ દેશની ખરી સ્થિતિનું ભાન કરાવી ઐતિહાસિક વિચાર ઉત્તેજીત કરે અને તે દ્વારા વાચકને વિશેષ જ્ઞાનની અભિલાષા થાય એવું કઈ પુસ્તક હોય તે સારું એ વિચારથી જ આ પ્રયાસ જાય છે. વડેદરા નિવાસી રા. ગોવિંદ સખારામ સરદેસાઈએ અથાગ મહેનત કરી હિંદુસ્તાન વિશેની ઐતિહાસિક માહિતી એકઠી કરી અનેક અગત્યના બનાવ ઉપર એક હિંદીની નજરે સ્વતંત્ર વિચાર જાહેર કરવા જે ભારે જહેમત ઉઠાવી છે તે જનસમાજ ઉપર એક પ્રકારને ઉપકાર કરેલેજ લેખી શકાશે. એમણે મરાઠી ભાષામાં રચેલા મહાન ગ્રંથના ત્રીજા ભાગના આધારે ઘટતા ફેરફાર સહિત આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, અને તે માટે તેમને ખાસ આભાર માનવો આવશ્યક છે. સાધારણ રીતે આ પુસ્તકમાં મૂળ ગ્રંથકારના વિચારે અસલ આકારમાં જણાવવા તજવીજ કરી છે, પરંતુ ઘણે પ્રસંગે તેમના વિચારથી જુદા પડી લોકકાળસ્થિતિ અનુસાર કંઈ ફેરફાર કરવાનું યોગ્ય લાગ્યું છે, એટલે આ પુસ્તક અસલ ગ્રંથનું ભાષાંતર નથી એ સ્પષ્ટ જણાઈ આવશે. મહેનત લેવા છતાં કેટલાંક શબ્દની જોડણું પહેલેથી આખર સુધી એક રહી નથી. તેમજ અનિવાર્ય કારણોને લીધે કેટલેક ઠેકાણે ચુકે રહી ગયેલી માલમ પડે છે તે તે માટે વાચકવર્ગ ક્ષમા કરશે. ગીરગામ, મુંબઈ ચંપકલાલ લાલભાઈ મહેતા. તા. 10 મી જુન, 191. ઈ.