________________ શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયક્વાડ ગ્રન્થમાળાને ઉપદ્યાત. વડોદરાના શ્રીમંત મહારાજા સાહેબ શ્રી સયાજીરાવ ગાયકવાડ સેનપાસખેલ સમશેર બહાદૂર સન 1882 માં અમદાવાદ પધાર્યા તે પ્રસંગે મણે ગુજરાત વર્નાક્યુલર સેસાઈટીને રૂ. 5000 બક્ષીસ કર્યા. માટે સાઈટીએ તેમને પિતાના મુરબ્બી (પેન) ઠરાવ્યા છે, અને તે રકમ તેમનાં નામથી જૂદી રાખી તેનું વ્યાજ તેમને નામે ગ્રન્થ રચાવવામાં, પ્રત્યે છપાવી પ્રસિદ્ધ કરવામાં અને ઉત્તેજન દાખલ ગ્રન્થ ખરીદ કરવામાં વાપરવાનો ઠરાવ કર્યો છે. તે પ્રમાણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકે શ્રીમંત મહારાજ શ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રન્થમાળા” તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે - : 1. ગ્રીસ દેશને ઇતિહાસ, 2. વિધવાવપન અનાચાર. 3. હિંદનાં મહારાણી અને તેમનું કુટુળ --- 4. ભાલણસુત ઉદ્ધવકૃત રામાયણ. 5. કર્તવ્ય. (બીજી આવૃત્તિ છપાય છે.) 6. બર્નિયરને પ્રવાસ. 7. ઔષધિઓષ ભાગ 1 લે. 8. અકસ્માત વખતે મદદ અને ઇલાજ. 9. હેન્રી ફોસેટનું જીવનચરિત્ર. 10. હિંદની ઉઘોગ–સ્થિતિ. 11. મરાઠી સત્તાને ઉદય. ૧ર. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. ભાગ 3 જે. ગુજરાત વર્નાકયુલર સેસાઇટીની ઑફિસ, અમદાવાદ, તા. 5 જુલાઈ, 1911.