________________ 476 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સઘળા કે કેન્ય અને ચંદા સાહેબને પક્ષ છોડી દઈ અંગ્રેજ અને મહમદઅલીની છાવણીમાં ચાલ્યા ગયા. લૌએ મેજર લોરેન્સને અટકાવવા પ્રયત્ન કર્યો પણ તેમાં તે નિષ્ફળ જવાથી અંગ્રેજ લશ્કર મહમદઅલ્લીને જઈ મળ્યું. આ વર્તમાનથી ડુપ્લે નિરાશામાં ગરકાવ થઈ ગયે, તેની સઘળી મનોકામના રસાતળ ગઈ સર્વ પ્રકારે તે નાઈલાજ થયે અને આગળ કેમ અને શું કરવું એ બાબત નક્કી કરવાનું તેને માટે મુશ્કેલ થયું. એમ છતાં હઠી નહીં જતાં બની શકી તેવી તજવીજ તેણે ચલાવી ડેટિલને લૅની મદદે રવાના કર્યો. ડેટિલ અનુભવી હતો પણ વયને લીધે તેમજ વ્યાધીની પીડાને લીધે તેનામાં શકિત રહી નહોતી. લૌએ ઘેરે ઉઠાવી નીકળી જવાને બદલે મુર્ણપણમાં કાવેરી નદીમાં આવેલા શ્રીરંગ બેટમાં ફેજ સહિત છાવણું નાંખી. અહીં તે અંગ્રેજોના હાથમાં બરાબર પડે કેમકે તેમણે તરતજ આવી તેને ઘેર્યો. ચંદા સાહેબને લોની યુક્તિ પસંદ પડી નહીં, પણ ગમે તે થાય તે પણ પિતાના દેત કેન્ચ જ્યાં જાય ત્યાં જવાને તેણે નિશ્ચય કર્યો, અને તેથી જ આગળ જતાં તેની જીંદગી જોખમમાં આવી. ડુપ્લેની સૂચના અન્વયે ડેટિલ બૅની મદદે જતો હતો તેને કલાઈવે રસ્તામાં અટકાવ્યો અને તેનો પરાભવ કર્યો તેથી તે લૈને સહાય કરવા જઈ શક્યા નહીં. શ્રીરંગ બેટમાં ફસાઈ પડવાથી ચંદા સાહેબ અને હૈની અવદશા થઈ, અને તેમને દુશ્મનને શરણે જવા સિવાય બીજે માર્ગ રહ્યા નહીં. માત્ર ફ્રેન્ચ લશ્કર અંગ્રેજોને તાબે ગયું હતું તે હરક્ત નહતી, કેમકે ઈંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે યુરોપમાં શાંતિ હોવાથી કેન્યા લેકેને કેદ કરવાનું અંગ્રેજોથી બને એમ નહતું. એમ છતાં ચંદા સાહેબને નાશ પાસે આવતે જણાય. તે જે મહમદઅલીના હાથમાં આવ્યો તે એ તેને મારી નાંખ્યાવિના છોડશે નહીં એ નક્કી હતું. આ હકીકતમાં ચંદા સાહેબને બચાવ કરવાની ચિંતા હૈને થવાથી તેણે તાંજોરના સેનાપતિ મંકેજીને પૈસા આપી ચંદા સાહેબને શ્રીરંગમાંથી સહિસલામત બહાર કહાડી કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જવા ગોઠવણ કરી. મંકોજીએ ઠરાવેલી રકમ લેવાના બદલામાં ચંદા સાહેબને દુશ્મનોના હાથમાંથી બચાવી લેવા સોગન ખાધા. આ પ્રમાણે ચંદા સાહેબ