________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. 475 તેનું લશ્કર વીખેરાઈ જવાથી તે નાસી પેન્ડીચેરીમાં ભરાયે. અહીં બન્નેએ વિચાર કરી આર્કટ પ્રાંત અંગ્રેજોના હાથમાંથી પાછો મેળવવા નક્કી કર્યું. કેન્ચની મદદ લઈ રાજા સાહેબ અનેક ઠેકાણાં કબજે કરતે મદ્રાસ ઉપર આવ્યો. આ વખતે જે તેણે એ શહેર ઉપર હુમલો કર્યો હેત તે સઘળી બાબતને નિકાલ આવતે, કેમકે બચાવ માટે અંગ્રેજ લશ્કર ત્યાં બીલકુલ નહેતું. રાજા સાહેબે તેમ કર્યું નહીં, પણ આર્કટ પ્રાંતમાં દાખલ થઈ કલાઈ કરેલી સઘળી ગોઠવણ ઉલટાવી નાંખી. આ હકીકત લાઈવને મળતાંજ તે ફરીથી થોડું લશ્કર લઈ તેની પુઠે લાગ્યું. રસ્તામાં કાંચીવરમ તાબે કરી તે આગળ જતા હતા એવામાં રસ્તામાં કાવેરીપાક નામનાં ગામ આગળ રાજા સાહેબની અને ફ્રેન્ચની ફેજ તેની સામા આવી (તા. 23 મી ફેબ્રુઆરી, ૧૭પર). આ ઠેકાણે અંગ્રેજ ફેજ ઘણું નાની હોવાથી કલાઈવની સ્થિતિ ભયંકર થઈ. આર્કટના ઘેરા કરતાં પણ અહીં પ્રસંગ બારીક હતું. જય ન મળ્યો તે આખા દેશને સંહાર થાય એ વખત હતું, છતાં કલાઈવે પોતાના સ્વભાવને અનુસરી સાહસ ઉપાડ્યું. લડાઈ ચાલુ હતી તેવામાં તેણે થોડાં માણસને બીજેજ રસ્તે ફ્રેન્ચનાં પખાનાની પાછલી બાજુએ મેકલ્યાં. તેમણે બહાદૂરીથી તેને કબજે લીધો અને લાઈવ ફત્તેહમંદ થયો. પરિણામ ઉપરથી આ લડાઈનું મહત્વ ઈતિહાસકાર મોટું માને છે. હિંદુસ્તાનમાં અંગ્રેજોની સત્તા થશે કે કેન્યની, તેને ખરે નિકાલ આ લડાઈથી થયો; લાઈવનાં કામની સઘળી કુંચી તેના સાહસમાંજ હતી એ પણ અહીં નિર્દિષ્ટ થયું. . કલાઈવ આર્કટ થઈ ફેર્ટ સેન્ટ ડેવિડ ગયો ત્યારે રસ્તામાં તેણે ડુપ્લેએ વસાવેલું નવું શહેર તથા ઉભા કરેલા વિજયથંભને નાશ કર્યો. તા. ૨૫મી માર્ચ, સને 1752 ને રોજે તે મદ્રાસથી નીકળ્યો એટલામાં ઈગ્લેડથી મેજર ઑરેન્સ હિંદુસ્તાન પાછો ફર્યો, અને લશ્કરના સેનાપતિને ઓધો. લીધે. એ વખતે તેની પાસે 400 યુરોપિયન અને 1100 દેશી સિપાઈઓ તેમજ 8 તપ હતી. ડુપ્લેએ મહેનત કરી લોને સઘળા પ્રકારની મદદ મોકલી પણ તેને કંઈ ઉપયોગ થયો નહીં. તેની બેદરકારીથી આસપાસના