________________ ૪૭રે હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. બંધાયો. એટલામાં ઈંગ્લેડથી આવી પહોંચેલાં લશ્કરને સેડર્સ કલાઈવની મદદે મોકલ્યું. મુરારરાવ ઘેર પડે પિતાની મદદે આવે છે એમ જાણતાં રાજા સાહેબે કલાઈવને શરણે આવવા સંદેશ મોકલ્યો. આ કહેણ કલાઈવે ફીટકારી કહાડવાથી મેહરમને દિવસે અચાનક હલ્લો કરી કિલ્લાને કબજે લેવા રાજા સાહેબે તજવીજ કરી. પણ આ ગોઠવણની સંપૂર્ણ ખબર કલાઈવને અગાઉથી મળી. રાજા સાહેબે વારંવાર ઝનુની હુમલા કર્યા પણ અંદરના લેકેએ હિમતથી સામે થઈ તેને પાછી વાળ્યો. આ ઝપાઝપીમાં રાજા સાહેબનાં 400 માણસે માર્યા ગયાં. એક વખત પહેલા જ પ્રયત્નમાં લેકે પાછા હઠી જાય તે ફરીથી તેવો પ્રયત્ન કરવા દેશી લશ્કર ઉતાવળથી હિમત કરતું નહીં એ અનુભવ અંગ્રેજોના આ સમયના ઇતિહાસમાંથી અનેક વેળા થાય છે. દેશી ફેજને વારંવાર પરાભવ થવાનું કારણ અંગ્રેજ ગ્રંથકારના મત પ્રમાણે આજ હતું. રાજા સાહેબની પણ આવી જ અવસ્થા થઈ અને આખરે કંઈ પણ નહીં કરી શકવાથી તા. 24 મી નવેમ્બરે ઘેરો ઉઠાવી ચાલ્યા જવાની તેને ફરજ પડી. આર્કટના ઘેરા જેવા અનેક બનાવો અંગ્રેજ લેખકે સ્વદેશનાં ભૂષણ અર્થે અતિશય ખીલવીને વર્ણવે છે, પણ સાધારણ રીતે વિજયી માણસનાં ગીત ગાઈ વખાણ કરવાં એ મનુષ્યનો ધર્મ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ દરેક બનાવનું સમતલપણું જળવાતું નથી, કેમકે વિરૂદ્ધપક્ષ તરફની જોઈએ તેટલી સંપૂર્ણ હકીકત વાચકે આગળ આવતી નથી. આર્કટના ઘેરા વખતે જેવી રીતે કલાઈવની હીલચાલની બારીક ખબરે આપણને મળે છે તેમ રાજા સાહેબની સ્થિતિ કેવી હતી, તેની અડચણે કેવા પ્રકારની હતી, તેની હીલચાલ શી હતી, તે બાબત પણ આપણને ખરી હકીકત જાણવી જોઈએ, નહીં તે સઘળું વર્ણન એકતફ થાય છે, એ વાચકોએ આ પ્રસંગે તેમજ હવે પછીના એવાજ પ્રસંગે યાદ રાખવું જોઈએ. બીજો એક મુદ્દો એ છે કે દરેક પ્રસંગે દેશીઓ સર્વ પ્રકારની ગુપ્ત બાતમી પરદેશીઓને આપતા હતા એથી સામાન્ય રીતે આ દેશના લેકેમાં દેશ માટેનું અભિમાન વિશેષ દેખાઈ આવતું નથી એ ખુલ્લું છે.