________________ 470 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. યુક્તિ અનેક વેળા કરી હતી. પરંતુ આ કલ્પના કલાઈવની જ હતી, અને તે જોખમદાર અધિકારીઓને જણાવી, અને થોડી મહેનતે તે પાર પાડવાની સઘળી જવાબદારી તેણે પિતાને માથે લીધી હતી. હમણાની મહેનત સઘળી નિરૂપયોગી હોવાની તેમજ તેમાંથી કંઈપણ લાભ નહીં મળવાની તેણે સડસની ખાતરી કરી. ચંદા સાહેબની સઘળી શક્તિ ટીચીનાપલીના ઘેરામાં રેકાયેલી છે, અને નવાબની રાજધાની આર્કટ અરક્ષિત સ્થિતિમાં પડયું છે તે આવેલી તકનો લાભ લઈ તે શહેરનો કબજે લેવાથી દુશ્મન ગભરાટમાં પડશે અને તેને ટીચીનાપલીને ઘેરે ઉઠાવવાને વિલંબ લાગશે નહીં એવી યુક્તિ તેણે સઘળાને સમજાવી. ચાલાક અને ચંચળ મનના સંડર્સને આ યુક્તિ પસંદ પડી, અને ગમે તેમ કરી તે અમલમાં મુકવા માટે સઘળી તૈયારી તેણે એકદમ કરી આપી. કલાઈવ ફેર્ટ સેન્ડ ડેવિડથી મદ્રાસ ગયે, અને લશ્કર તૈયાર કરી 300 દેશી તથા 200 યુરોપિઅન સિપાઈ સાથે લઈ સને 1751 ના સપ્ટેમ્બરની 6 ઠી તારીખે મદ્રાસથી આર્કટ ઉપર જવા નીકળે. ' ' 6, આર્કટને ઘેરે (સપ્ટેમ્બર, સને 1751 ).–આર્કટ શહેરની વસ્તી એક લાખ માણસની હતી, અને ત્યાંના નાના કિલ્લા ઉપર 1000 દેશી સિપાઈઓ તથા તપખાના માટે બે ત્રણ ફ્રેન્ચ માણસે હતાં. રસ્તામાં એક દિવસ કાંચીવરમ (કજીવરમ) આગળ વિશ્રાંતિ લઈ તા. 11 મી સપ્ટેમ્બરે કલાઈવ આર્કટ પહોંચ્યો. તે દહાડે સખત ગાજવીજ સાથેના ભારે વરસાદથી તે ઘણે હેરાન થે, આવા વરસાદની દરકાર ન કરતાં લાઈવ પિતાના ઉપર ધસ્યો આવે છે એમ સાંભળતાંજ આર્કટમાંની ફેજ નાસી ગઈ. જે તેણે ધીરજ રાખી હોત તે ચંદા સાહેબે મેકલેલી મદદ તેને આવી મળતું. પણ તેના ગભરાઈને નીકળી જવાથી વગર મહેનતે લાઇવે કિલ્લામાં પ્રવેશ કર્યો, અને શહેર તાબામાં લીધું. કિલ્લામાંથી આઠ તોપ તથા દારૂગોળે તેને મળ્યો. કદાચ તે કિલ્લામાં ઘેરાઈ જાય તે બચાવનાં સાધન તરીકે કલાઈવે અન્ન સામગ્રીની તેમજ બીજી સઘળી તજવીજ કરી. આ ખબર હુલેને મળી પણ એથી તે બીલકુલ ગભરાયો