________________ 46. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અવિસ્મરણીય હતો. મુઝફરજંગને અગ્રસ્થાને બેસાડી ડુપ્લે તેની પાસે બેઠે. તેણે અને ઈતર સરદાએ સુબેદારને નજરાણું કર્યા પછી સુબેદારે ભાષણ કરી આ પ્રમાણે બક્ષિસ આપી. “અમે દક્ષિણના સુબેદાર મુઝફરજંગે અમારા મિત્ર પુણેને કૃષ્ણ નદીની દક્ષિણના મહૈસુર સુદ્ધાં સઘળા પ્રાંતની નવાબગિરી બક્ષિસ કરી છે; તે ઉપરાંત વાલડેર (Valdaur) ને કિલ્લો અને તેની આસપાસને એક લાખની આવકને પ્રદેશ જાગીર તરીકે તેમને આપવામાં આવે છે. તેને “સતહજારી " મનસબ તથા મસ્યાકૃતિવાળું મેગલ નિશાન અર્પણ કર્યું છે, અને પિન્ડીચેરીનું નાણું કર્નાટકમાં ચાલે એવું ફરમાવવામાં આવે છે. મચ્છલિપટ્ટણ, યુનાન, કેરિકલ વગેરેને સઘળા પ્રદેશ કન્ય કંપનીની સત્તા હેઠળ હેય એમ સમજવું. ડુપ્લેની સંમતિ વિના અમે એક તરણું સરખું પણ અહીંથી તહીં ખસેડનાર નથી એવી અમે તેને ખાતરી આપીએ છીએ.’ આના ઉત્તરમાં ફુલેએ પિતાના સ્વભાવ તથા પ્રસંગને અનુસરતું વર્તન ચલાવ્યું. ચંદા સાહેબને સુબેદાર આગળ લઈ જઈ તેણે જાહેર કર્યું કે અમારા ઘણા દિવસના મિત્ર આજ પર્યત અનેક વિપત્તિ ભોગવે છે. કર્નાટકની નવાબગિરીના નામધારી માલિક આપે અમને કર્યા છે પણ તે ઉપર ખરે હક આ ચંદા સાહેબને છે. તેની આજ સુધીની ઈમાનદારી તથા મહેનતના બદલામાં ખરી બક્ષિસ તેને મળવી જોઈએ.” ડુપ્લેના આ ઔદાર્યથી દેશીઓનાં મન ઉપર કેવી અસર થઈ હશે તેને વિચાર સહજ આવશે. તેની સર્વત્ર વાહવા બેલાઈ અને તેને માટે સર્વના મન ઉપર ઉત્કૃષ્ટ છાપ બેઠી. ઉપર કહેલી બક્ષિસ સિવાય મુઝફરજંગે ડુપ્લેને પાંચ લાખ રૂપીઆ ફ્રેન્ચ લશ્કરમાં વહેંચી આપવા માટે આપ્યા. વળી તેને ફ્રેન્ચ કંપનીનું દેવું હતું તેમાંથી પાંચ લાખ રૂપીઆ આપી દઈ બાકીની રકમ માટે જામીનગિરી આપી. આ સઘળા ઉપરાંત કેન્ય કંપનીને દરસાલ ચાર લાખની વસુલ ઉત્પન્ન કરનાર મુલક મળ્યો હતો. આ વિજયનું ચિરકાલીન સ્મારક ઉભું કરવાના હેતુથી જે ઠેકાણે મુઝફરજંગને જય મળ્યો હતો તે જગ્યા ઉપર ડુપ્લેએ એક શહેર વસાવી તેને ડુપ્લે ફતેહબાદ એવું નામ આપ્યું, અને ત્યાં એક વિજયસ્થંભ ઉભો કરી તે ઉપર કેન્ચ લેકનાં પરાક્રમ કોતરાવ્યાં.