________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. 459 રહ્યાં, અને દરેકને વિચાર આવ્યો કે 800 કેન્ચ સિપાઈ તથા તેણે તૈયાર કરેલી 3000 દેશી ફોજના જેર ઉપર સાડાત્રણ કરોડની વસતી ઉપર રાજ્ય કરનાર અધિકારી નીમવાની ફ્રેન્ચ લેકેને તક મળી એના કરતાં બીજું કોઈ પણ મોટું પરાક્રમ હોઈ શકે નહીં. “આટલે મોટે અધિકારી આપણું સન્માન કરે, આપણું પરાક્રમ આગળ પિતાની કિમત ગણે નહીં, અને હવે પછી તે આપણે સલાહ પ્રમાણે ચાલનાર હેવાથી સાડાત્રણ કરોડની વસતીના ખરા રાજ્યકર્તા આપણે પોતેજ’ એ કલ્પનાથી ડુપ્લે, તેના તાબાના અમલદાર, અને સિપાઈઓ અત્યંત ચકિત થઈ ગયા. સને 1674 માં પેન્ડીચેરીની સ્થાપના થયા પછી પણ તે વર્ષમાં ફ્રેન્ચ લેકેએ આટલું મોટું પરાક્રમ કરવાથી દેશી લોકોને તેમના સ્વાર્થત્યાગ તથા સ્વાર્થનિરપેક્ષતા બાબત આશ્ચર્ય લાગ્યું, અને સર્વ કેએ તેમની મહેરબાની મેળવવા પ્રયત્ન કર્યો. આવા આનંદ સાગરમાં ડુલે ઝેલા ખાતે હતો તે સમયે તા. 27 મી ડીસેમ્બર 1750 ને દીને મુઝફફરજંગ પિતે પિડીચેરીમાં આવી લાગવાથી તેના આનંદને પાર રહ્યો નહીં. ડુપ્લે જાણે ત્રાતા, અન્નદાતા, દેવાધિદેવ હેય તેમ આ નવા સુબેદારે તેને માનથી નવાજેશ કર્યો. નાસીરજંગનાં સઘળાં ધનદોલત, જરજવાહર, સોનું ચાંદી વગેરે મુઝફફરજંગે ડુપ્લેને અર્પણ કર્યો ત્યારે તેની નિરપેક્ષતાને પાર રહ્યો. નહીં અને તેણે કહ્યું કે, “મારે કંઈ જોઈએ નહીં, હું એને સ્પર્શ સુદ્ધાં કરનાર નથી; તમારું કામ થયું, અને મારે હાથે તમારા દેશને ઉદ્ધાર થયે એથી જ હું પિતાને કૃતકૃત્ય થયેલ માનું છું.” આવાં મધુર ભાષણથી દેશીઓની પ્રીતિ સંપાદન કરવાનું માન ભાવી ડુપ્લેને શીખવવાની જરૂર નહોતી. આ કામમાં તે સંપૂર્ણ રીતે કાબેલ હોવાથી દેશીઓનાં મનની વાત જાણી લેવાની શક્તિ તેના એકલાનામાંજ હતી એમ તે સમજાતે હતો, તેથી તેણે પિતાને અર્પણ થયલી સઘળી દેલત મુઝફરજંગ અને તેના સાહ્યકારી નવાબ વચ્ચે સરખે ભાગે વહેચી લેવા ફરમાવ્યું. આવી રીતે સઘળાનાં મન મેળવી લીધા પછી ડુપ્લેએ માટે દરબાર ભરી મુઝફ્ફરજંગને દક્ષિણના સુબેદારનું પદ ધારણ કરાવ્યું. આ દરબારને ઠોઠ અવર્ણનીય તથા