________________ પ૬ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જ. ગયા જેવી લાગી. એમ છતાં ડરી નહી જતાં હિંમતથી તેણે પોતાને ઉદ્યોગ સપાટાબંધ આગળ ચલાવ્યા. પ્રથમ શત્રુની વ્હીકથી નાસી આવેલા કેન્ચ લશ્કરને શિક્ષા કરી તથા તેની ફજેતી ઉડાવી તેની યોગ્ય ગોઠવણ કરી, અને તે મળે નવું જોમ ઉત્પન્ન કર્યું. બીજી તરફ પિતાનાં મનની ધાસ્તી બહાર ન જણાવતાં ડુપ્લેએ નાસીરજંગ સાથે સલાહ કરવા પ્રયત્ન ચલાવ્યું, જાણે પિતાને જય મળ્યો હોય તેમ તહ કરવાને પોતાના પ્રતિનિધિને તેની પાસે મોકલ્યો, અને તેના તાબાના અનેક સરદારને અંદર ખાનેથી ફેડી પિતાના પક્ષમાં લીધા. આવી રીતે તેણે પિતાની સઘળી તૈયારી કરવાને વખત મેળવ્યો. નાસીરજંગ તેની રચેલી યુક્તિમાં ફસાયા નહીં પણ તેણે લડવાનો નિશ્ચય ચાલુ રાખ્યો; એમ છતાં તેનાં સ્વસ્થપણું તથા સુસ્તીને લીધે પ્લેને પોતાની બાજી રચવામાં ફત્તેહ મળી. તા. 12 એપ્રિલ, સને 15 ને દીને રાતે કેન્ચ લશ્કરે મુરારરાવ ઘોરપડેની છાવણી ઉપર ગુપ્ત રીતે હલ્લો કરી 1200 મરાઠાઓને કાપી નાંખ્યા અને સવાર પહેલાં તે પિન્ડીચેરી પાછું ફર્યું. આટલાથીજ નાસીરજંગ ગભરાઈ જઈ આર્કટ ગયે. ફ્રેન્ચ લોકો ઉપર વેર લેવા માટે તેણે મછલીપટ્ટણનું થાણું કબજે કરાવ્યું, પણ હુલેએ આરમાર મેકલી તરતજ તે પાછું લીધું. થડા દિવસ પછી મહમદઅલ્લીને દહેશત આપવાની મતલબથી તેની છાવણ પાસેનું તિરૂવાદી નામનું થાણું ડુપ્લેએ ડેટિલને મોકલી પિતાના તાબામાં લીધું. તે હસ્તગત કરવા અંગ્રેજ અને મહમદઅલ્લીએ. પુષ્કળ યત્ન કર્યા પણ તે ફહિમંદ થયા નહીં. હવે અંગ્રેજોએ ખુલ્લી રીતે નાસીરજંગ અને મહમદઅલ્લીને પક્ષ લીધું હતું અને તે તેડવા માટે ડુપ્લે અતિશય મથન કરતે હતે. નાસીરજંગને વધારે દહેશતમાં નાંખવા માટે તેના તાબાને છંછને મજબૂત કિલ્લે ડુપ્લેએ બુસીને મોકલી સર કરાવ્યો. શિવાજી અને ઔરંગજેબના વખતથી આ કિલ્લે લેવા માટે અનેક પ્રયત્ન થયા હતા અને તે આખા દક્ષિણ હિંદુસ્તાનમાં અતિશય મજબૂત કિલ્લે ગણતે હતે. તે એકદમ જીતી લેવાથી બુસીનું શૈર્ય પ્રગટ થયું અને ફ્રેન્ચ લેકની હાક વાગી.