________________ ર૭ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. મહેડામાં પાણી છુટવા માંડયું. તેઓએ પણ પિતાનાં વહાણ બાંધી ભૂમધ્ય સમુદ્રમાં વેપાર શરૂ કર્યો એટલે તેને ફાયદો તરત જ તેમને જણુંવવા લાગ્યો. હિંદુસ્તાનના ઉંચા માલ ઉપર તેઓની નજર બેસવાથી કાળુંજને પગલે ચાલી તેમણે નવાં વહાણે તૈયાર કર્યા. કાથેજને સંહાર કરી ત્યાં રેમન લેકેએ પિતાનો અમલ બેસાડયો. આ પ્રાંતનું નામ તેમણે પહેલાં આફ્રિકા આપ્યું પણ તે પાછળથી આખા ખંડનું નામ પડયું. આગળ જતાં રેમન લેકેએ ગ્રીસ દેશ જીતી લીધે, અને એશિઆ ખંડમાં પણ તેમનું રાજ્ય સ્થપાયું. દક્ષિણ હિંદુસ્તાનમાં મદુરાના પાંડ્ય ( Pandion ) રાજાએ પોતાના વકીલને રેમના રાજા એંગસ્ટસ સિઝર પાસે મોકલ્યો હતે. મદુરામાં મોતી ઉત્પન્ન થતાં હતાં તેને ખ૫ યુરેપમાં થયેલ હોવો જોઈએ. રેમન ઇતિહાસકાર પ્લિનીએ એ રાજ્યની કેટલીક હકીકત આપી છે. મદુરાની હદમાં હજી પણ રેમન લોકોના ભારે કિમતના ઈ. સ. 400 સુધીના સોનાના સિક્કા તેમજ બીજા હલકા સિક્કા એટલા બધા મળી આવે છે કે ત્યાં તેઓનું વસાહત હશે એવું અનુમાન સહેજ થાય છે. હમણુના અંગ્રેજી પાંડ જેવા નાના રેમન સિક્કા મદુરામાં પણ ચાલતા હતા. આથી એટલું તે સિદ્ધ થાય છે કે રેશમન બાદશાહી સાથે મલબાર કિનારા ઉપર મોટે વેપાર હશે, અને તેમાં મોતીને વેપાર મુખ્ય હશે (વિન્સેટ સ્મિથ). રેમના ધનાઢ્ય લેકેને હિંદુસ્તાનમાને ઉચો માલ ઘણજ પસંદ પડ્યો હતો. શરૂઆતમાં એ માલ મુખ્યત્વે કરીને ઉપર કહેલા મિસર દેશને માર્ગે આવતે હતો, પણ પાછળથી યુક્રટિસ નદી માર્ગ સિરિઆ પ્રાંતમાં થઈ તે ભૂમધ્ય સમુદ્ર ઉપર આવવા લાગ્યો. આ રસ્તે જમીનને પ્રવાસ આસરે 200 માઈલને હવે, અને એ લાંબા અંત્તરની લગભગ અધવચમાં પાલમાયરા ઉર્ફે તાડમુર શહેર હતું. એ શહેર વેપારના નફાથી વૃદ્ધિ પામેલું એક નાનું સરખું પ્રજાસત્તાક રાજ્ય હતું, અને કેટલાંક વર્ષ લગી તેની સત્તા આસપાસનાં સંસ્થાને ઉપર ચાલી હતી. રાતા સમુદ્રમાંથી જતા આ વચલા માર્ગે શરૂઆતમાં ગ્રીસ અને