________________ 26 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઉપર આવેલા પ્રાચીન પટલ ઉર્ફે ઠઠ્ઠા શહેર આગળ આવતાં. તે સમયે મિસરનું રાજ્ય આજ વેપારને જેરે ધનાઢ્ય થયું હતું. ટોલેમી ફિલાડેલ્ફસને એલચી ડાયનિશિઅસ માર્ય બાદશાહ પાસે આવ્યા હતા, તેમ અશોકને વકીલ ઈજીપ્તના દરબારમાં ગયો હતે. ઈસવી સનના પ્રારંભમાં મિસર અને સિરિઆ રેમન લેકેના તાબામાં ગયાં (ઈ. સ. 40 ). પાટલીપુત્રના પરાક્રમી રાજા બીજા ચંદ્રગુપ્ત ( ઈ. સ. 375-413 ) હિંદુસ્તાન અને યુરેપને વેપાર જીત મારફતે શરૂ કરવાથી બન્ને દેશને વ્યવહાર ઘણે જ વધી ગયો. ૮રેમન લેકેના પ્રયત્ન–હવે રેમન લેકેના હાથમાં પૂર્વ તરફને વેપાર કેવી રીતે આવ્યો તે જોઈએ. આ વેપારનાં મૂળ કારણને લીધે રેમ અને કાર્બેજ વચ્ચે જે મહાન યુદ્ધ થયું તે ઈતિહાસમાં “યુનિક વૈર્સ " નામે ઓળખાય છે. કાર્યેજ મૂળ ફિનિશિયન લેકેનું થાણું હતું. ભૂમધ્ય સમુદ્રમાંના વેપારને લીધે જ ત્યાંના લેકે ધનવાન થયા હતા. તેઓ દરીઆ ઉપર ફરનારા હોવાથી વેપારમાં અત્યંત કુશળ થયા, અને તેમણે પિતાની સત્તા વધારી. સિસિલીને ટાપુ નજદીક આફ્રિકાની જે ટોચ ભૂમધ્ય સમુદ્રમાં ઘુસી આવી છે તે ઉપર કાર્બેજ બંદર હતું. માલ્ટા, કોર્સિકા, સાર્ડિનિઆ, સ્પેનને લગતા ટાપુઓ તથા તે દેશને દક્ષિણ ભાગ ઈત્યાદી પ્રદેશ કાર્બેજના અમલ નીચે આવ્યો હતે. જીલ્ટર આગળ ભૂમધ્ય સમુદ્રમાંથી આટલાંટિક મહાસાગરમાં દાખલ થવાને એક સાંકડે જળમાર્ગ છે, તેની બને બાજુએ આવેલી બે મોટી ખડકે ને “હકર્યુંલીસનાં ખભા” (Shoulders of Hercules) એવું નામ આપવામાં આવેલું હતું. એ માર્ગ વટાવી કાર્થના ખલાસીઓ પ્રથમ આગળ નીકળ્યા, અને હાન નામના કાર્બેજના એક ગૃહસ્થ આફ્રિકાના પશ્ચિમ કિનારા ઉપરના ઘણાખરા પ્રદેશની શોધ કરી. વખત જતાં કાર્બેજની સંપત્તિ અતિશય વધી ગઈ, અને કેટલાક કાળ લગી રોમન રાજ્યને ટક્કર મારવામાં તેણે કંઈ બાકી રાખ્યું નહીં. કાર્થજનો ઘણે ખરે વેપાર પૂર્વ તરફના માલને હતું, તેને અંગે થયેલી ધનપ્રાપ્તિ જોઈ રેમન લેકેના