________________ 410 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઈત્યાદિ શહેરમાં જવા લાગ્યું. દેશી રાજાઓ સાથે મૈત્રી કરી ડુપ્લેએ પિતાના કામમાં હરેક પ્રકારની મદદ મેળવી. આ શ્રમને લીધે ચેડાંજ વર્ષમાં ચંદ્રનગરને વૈભવ સર્વત્ર ફેલાયાથી કાન્સમાં કંપનીના સભાસદેને અત્યંત આનંદ થયો. લોકે ડુપ્લેની તારીફ કરી તેને ધન્યવાદ આપવા લાગ્યા. સને 1731 થી 1741 લગીનાં દસ વર્ષમાં ચંદ્રનગરની સ્થિતિમાં અસાધારણ ફેરફાર થઈ ગયે, અને ડુલેને ખાનગી વેપાર પુષ્કળ વધવાથી તે પણ પૈસાવાળો થયો. (4) ડમાસ–સને 1735 માં લેવૅરને કારભાર પુરો થતાં તેની જગ્યાએ બેન્ચેટ ડુમાસ (M. Benoit Dumas) ની નિમણુક થઈ એ ઘણે ચાલાક અને હોંશીઆર હતો. એ જુની કેન્ય કપનીને નોકર હતો, અને સને 1713 માં સત્તર વર્ષની ઉમરે પિડીચેરી આવ્યો હતે. પાંચ વર્ષમાં તે સુપ્રિમ કન્સિલને મેમ્બર થયા, અને 1721 માં એટર્ની જનરલની જગ્યા ઉપર ગયો. એ પછી કેટલાંક વર્ષ બુબેનના ગવર્નરને એઠે ભગવ્યા બાદ એ પિડીચેરીમાં કેચ કંપનીને મુખ્ય અમલદાર થઈ આવ્યું. તે નિયમિત કામ કરનાર તથા સ્વદેશાભિમાની હત, દેશીઓના રીતરીવાજ સંપૂર્ણ સમજ હતું અને ગમે તેમ કરી કાન્સની સત્તા વધારવા માટે તે અતિશય મહેનત કરતા હતા. શાંત રીતે તથા ધીરજથી પિતાને ઉદ્દેશ પાર પાડવા તે ઉત્સુક હતો. કર્નાટકના નવાબ દસ્તઅલી સાથે એને ઘાડી મિત્રાચારી હતી, અને તેની મારફતે મોગલ બાદશાહ મહમદશાહ પાસેથી પિન્ડીચેરીમાં નાણું પાડવાની પરવાનગી તેણે મેળવી હતી. એ નાણું સોનાચાંદીનું હતું, અને મેગલ સિક્કાની માફક તેની એક તરફ મોગલ બાદશાહનું ડોકું તથા બીજી તરફ નામ છાપેલું હતું. આ પરવાનગીથી પિન્ડીચેરી અત્યંત આબાદ થયું. યુરોપમાંથી સેનું ચાંદી લાવી અહીં તેના સિક્કા પાડી તે વડે વેપાર ચલાવી ફ્રેન્ચ લેકએ દરસાલ બે લાખ રૂપીઆ ન કર્યો. હવે પછીના બનાવમાં આ કેન્ચ પ્રહસ્થ વિશે આપણે વધારે જાણીશું.