________________ 409 પ્રકરણ 14 મું.] કેન્ચ લોકેની હકીકત. લાગવગથી તે પિન્ડીચેરીની કન્સિલને પહેલે એટલે લશ્કરી સભાસદ થઈ આ દેશમાં સને 1720 માં આવ્યું. એજ વખતે પેન્ડીચેરીને વેપાર મંદ પડે હતું એટલે મનમાં ઘોળાયા કરતા દ્રવ્ય મેળવવાના વિચારે અમલમાં મુકવાની ડુપ્લેને સારી તક મળી. યુરોપ અને હિંદુસ્તાન વચ્ચેના વેપારમાં સારો નફ નહીં થવાથી તેણે હિંદુસ્તાનના કિનારા ઉપરનો વેપાર હાથમાં લીધે. આ ધંધામાં કંપની નહીં પડે એવા હેતુથી ખાનગી વેપારીએને તે ચલાવવા તેણે ઉત્તેજન આપ્યું, અને પોતે પણ તેમાં મોટી રકમ રેકી. એમાં તેને ઘણે યશ મળવાથી સઘળા લકે તેની પાછળ ગાંડા થઈ ગયા હતા, અને થોડા જ વખતમાં પિન્ડીચેરીનું બંદર સઘળી જાતને માલ દક્ષિણ હિંદુસ્તાનમાં પુરો પાડનારું મોટું ધામ થયું હતું. એમ છતાં ડુપ્લેનું વર્તન કાન્સમાંના ડાયરેકટરોને પસંદ પડયું નહીં, એટલે તેને સને 1726 માં એ કામ ઉપરથી ખસેડવામાં આવ્યું. પરંતુ પોતાની વર્તણુક બાબતની ખરી હકીકત લખી મોકલ્યા પછી ડુપ્લેને ચાર વર્ષે યેગ્ય ન્યાય મળે, અને સને 1730 માં ચંદ્રનગરના મુખ્ય અધિકારી તરીકે તેની નિમણુક થઈ. સને 1676 માં ચંદ્રનગર વસાવવામાં આવ્યું ત્યારથી તેના ઉપર કેઈએ વિશેષ લક્ષ નહીં આપવાથી તે અત્યંત મંદ સ્થિતિમાં પડી રહ્યું હતું. સને 1688 માં ત્યાં એક નાને કિલ્લો બાંધવામાં આવ્યો, તોપણ ત્યાં કોઈપણ જાતને ઉદ્યોગ ધંધો ચાલતે નહે. આ હકીકતમાં એ શહેરને વેપાર વધારવાની મતલબથી ડુપ્લેની સને 1731 માં ત્યાં મુદામ નિમણુક કરવામાં આવી. અહીં પુષ્કળ કામ કરવાનું હતું અને તે ઉપાડી લેવાની તેનામાં હિમ્મત હતી એ તે સારી પેઠે જાણતા હતે. એણે એકદમ વહાણ વેચાતાં લઈ માલ ભરવાનું શરૂ કર્યું, અને ગામે ગામના વેપારીઓને એકઠા કરી વેપાર ઉપાડયો. હાથ હેઠળનાં માણસેને તેણે યોગ્ય પ્રત્સાહન આપ્યું, કેટલાકને વેપાર ચલાવવા પૈસા ધીર્યા અને કેટલાકને પિતાના ભાગીદાર પણ બનાવ્યા. આ પ્રમાણે તેણે એકદમ વેપાર ચલાવવા ધામધુમ કરી મુકવાથી બંગાળાને માલ સુરત, બસરા, જા, મેખા