________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટે. 392 થરના સમયનાં શિષ્ટાચાર અને અંગ્રેજોને ત્રાસ, અને સને 1700 પછીનાં દસ વર્ષમાં થયેલી તેમની બદનામી એ સર્વને એકંદર વિચાર કરીએ તે માંહમાંહેના કલહને લીધે તેમની સત્તા કેટલી નરમ પડી ગઈ હતી તે દેખાઈ આવે છે. મદ્રાસમાં થૉમસ પિટના ડહાપણને લીધે અને ન પિટના સને 1703 માં થયેલાં મરણને લીધે તે ઇલાકામાં મુંબઈ જેવો ઘંટાળો થયો નહીં. બંગાળામાં જૉન બીઅર્ડ સને 1705 માં, અને લિટલટન સને 1707 માં મરણ પામ્યા તે સાથે ત્યાંની તકરારને પણ અંત આવ્યો. એકંદર અંગ્રેજ વેપારીઓની માઠી અવસ્થા ઈગ્લેંડને સુભાગે યોગ્ય વખતે થઈ હતી. સન 1700 પૂર્વે ઔરંગજેબની સત્તા પૂર જોરમાં હતી તે વખતે જીયર અને ચાઈલ્ડ જેવા હોંશીઆર અને દ્રઢ પુરૂષો અધિકાર ઉપર નહોત, કિંવા બીજા ચાર્લ્સ તેમજ બીજા જેમ્સ રાજાએ કંપનીને ઉત્તમ પ્રકારની સહાયતા આપી નહત, તે અંગ્રેજો હિંદુસ્તાનમાંથી કયારના અદ્રશ્ય થઈ ગયા હતા. તેવીજ રીતે સને 1713 માં થયેલાં યુટેકટનાં તહનામા પછી ફ્રાન્સની સત્તા વધી ત્યારે જો કંપનીની અંતર્થવસ્થામાં ઉપરના સરખો ડંગો ચાલુ રહ્યો હોત તે ફ્રેન્ચ લોકોએ અંગ્રેજ કંપનીને તરતજ ઉડાવી દીધી હોત. કાન્સ સામે ટક્કર ઝીલવાનો પ્રસંગ આવે તે પહેલાં કંપનીની અવદશા પુરી થઈ હતી, તેની સ્થિતિ મજબૂત થયે તેમના અંગભૂતની મહેમાંહેની ફાટફટ અટકી પડી હતી, અને તેથી જ હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપવાને પ્રસંગ અનુકૂળ આવ્ય; નહીં પોર્ટુગીઝ, વલંદા અને ફ્રેન્ચની માફક તેઓ પણ છેવટે આ દેશમાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. 6. સમેલન અને તેનું પરિણામ–સને 1702 માં થયેલા ઠરાવ પ્રમાણે બન્ને કંપનીનું સંપૂર્ણ ઐકય ન થવાથી અને તેઓ એક બીજા સામે સંશય લેતા હોવાથી સને 1708 માં રાજ્યના મુખ્ય પ્રધાન અર્લ ઑફ ગેડૉલિફને કંઈક ધમકી આપી તથા કંઈક સમજાત કરી તેમનું સંમેલન કરવાના હેતુથી પાર્લામેન્ટમાં એક મુસદો રજુ કર્યો. એ કંઈ પણ ભાંજગડ વિના પસાર થયે, અને તેને રાણી એનનું અનુમોદન મળ્યું. એ મુસદાને