________________ 30. . હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. રાખવી. તેમણે અંગ્રેજી માલની હદ ઠરાવી સરખે ભાગે બેઉ કંપનીને વહેંચી આપવો. 3. સાત વર્ષની મુદતમાં અગાઉની સઘળી લેવડદેવડ બંધ કરવી, અને તે પછી બને કંપનીનો વેપાર અને અદ્યાપિ મેળવેલી સઘળી સનદે તથા હક નવી કંપનીએ વાપરવા. ' . ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના તાબામાંની ઈમારત, કિલ્લા વગેરેની કિમત 33 લાખ રૂપીઆ, અને ઈગ્લિશ કંપનીના હસ્તકની ઈમારતની 7 લાખ રૂપીઆ ઠરાવવામાં આવી. આ પ્રમાણે સઘળો વ્યવહાર ઉકેલવામાં આવ્યો. - આ ઠરાવની ખબર હિંદુસ્તાનમાં આવી, પણ કેવળ કાગળ ઉપરની તાકીદથી અહીને વેપાર એકદમ બંધ કરવા જેવો નહોતો. ઈગ્લેંડમાં પણ પાંચ સાત વર્ષ લગી સંયુક્ત ડાયરેકટર ઉપરાંત દરેક કંપનીના 24. ડાયરેકટરો પિતાપિતાની સભા ભરી હિંદુસ્તાનમાં હુકમો મોકલ્યા કરતા હોવાથી ત્રણ નિરનિરાળા પ્રકારના હુકમો આ દેશમાં આવતા. આ ઘંટાળો સને 1708 સુધી ચાલ્યો. ઈંગ્લિશ કંપનીના જે અધિકારીઓ નાલાયક હતા તે સઘળાને કહાડી મુકવામાં આવ્યા, અને “રાજાના સલાહકાર” (King's Counsel)ની તેમને મળેલી પદવી છીનવી લેવામાં આવી. સુરતમાં મેગલેને હાથે કેદ પકડાયેલા સર જોન ગેયરને મુંબઈના મુખ્ય પ્રેસિડન્ટની જગ્યા આપવામાં આવી, અને નિકેલસ વેઈટને તેના તાબામાં સુરતમાં નીમવામાં આવ્યો. પણ દુષ્ટ વેઈટે આ હુકમે લેખ્યા નહીં, મેગલ અધિકારીઓને લાંચ વગેરે આપી બીજા છ વર્ષ લગી ગેયરને કેદમાં સડવા દીધો, અને પોતે મરછ માફક દુર્વર્તન ચલાવવા લાગ્યું. તેની સ્ત્રી ઇગ્લડમાં હૈયાત છતાં તેણે હિંદુસ્તાનમાં પિતાની ભત્રીજી સાથે લગ્ન કર્યા. આખરે કંપનીએ વિલાયતથી તાકીદને હુકમ મેકલી તેને કેદમાં નંખાવ્યો, અને સર જૉન ગેયરને છોડવ્યો (સ. 1710). આ દુર્ભાગ્ય ગ્રહસ્થ ઈંગ્લડ પાછા ફરતા હતા તેવામાં રસ્તામાં ફ્રેન્ચ લડાયક વહાણેએ તેને પકડી કેદ કર્યો, અને એજ સ્થિતિમાં સને 1731 માં તેને કાળ થયા. જી.