________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 343 મીર જુમ્યા પછી થયેલા બંગાળાના કારભારી શઈસ્તખાને પોતાના પ્રાંતને ઉત્કૃષ્ટ દેબસ્ત કરી કંપનીને મળેલા ફરમાનથી વેપારીઓને નુકસાન થાય નહીં એવા પ્રયત્ન કર્યા. સને 1676 માં સરસ્ટ્રેમ માસ્ટરની નિમણુંક બંગાળામાં થઈ હતી. અગાઉ તે સુરતમાં હતું, અને સને 1670 માં શિવાજીની સ્વારીને પ્રસંગે લેકેના જાનમાલના રક્ષણ માટે કરેલી મહેનતથી તેની પ્રતિષ્ઠામાં વધારે થયું હતું. એ બાદ તે સ્વદેશ ગયું હતું, પણ ત્યાં તેને હુકમ મળતાં સને 1676 માં તે હિંદુસ્તાન પાછો આવ્યો. કંપનીના વહિવટને સુરતને હિસાબ વગેરે તપાસી, કામ કરવાની પદ્ધતિ સુધારવાનું, તથા પરદેશથી આવેલે માલ કિફાયતથી કેવી રીતે ખપે, હિંદમાંથી લાવેલા માલને દર ઇંગ્લંડમાં કેવી રીતે સારે ઉપજે, કંપનીના નરેની બગડેલી નીતિ તથા રહેણી સુધારવા માટે કેવા ઉપાય લેવા, તેઓમાં થતા અનેક તરેહના બખેડા કેવી રીતે મટાડવા, એ સઘળી બાબત યોગ્ય તપાસ કરી ઈંગ્લંડ રીપેર્ટ કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. આ હુકમની રૂએ મોકલેલી હકીકત ઉપરથી તે સમયની ઘણું સારી માહિતી મળે છે. બંગાળામાં હુગલી અને કાસીમ બજારમાં અંગ્રેજોની પહેલવહેલી કાઠીઓ થઈ હતી, ત્યાં તેઓ પિતાને ઘણે માલ લાવી વેચતા. ત્રીજી કેઠી બાલાસરમાં હતી. સર ટ્રેન્સમ માસ્ટર હુબલીમાં પહેલે આવ્યો ત્યારે તેનાં જહાજની આસપાસ માછલી વેચવા માટે અસંખ્ય નાની હોડીઓ વીંટળાઈ વળી હતી; કેમકે ત્યાં માછલી એટલી સોંઘી હતી કે એક આનામાં દસ માણસનું પેટ ભરાય તેટલી મળતી. હુગલીમાં વેપારની સગવડ ઘણી હતી એ માસ્ટર જોઈ શક્યા હતા. ત્યાં રેશમ, સાકર, અફીણ, ચેખા, ઘઉં, તેલ, ઘી, અંબાડાં અને સણુ એ જણસો મોટા જથ્થામાં આવતી, અને આસપાસના મુલકમાં વણકરની વસ્તી પણું મટી હતી. અંગ્રેજી વખારમાં હમેશ એક દેશી દુભાષીઓ રહેત; તેના હાથમાં