________________ 342 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. સંરક્ષણ કરવા માટે કઈ જોખમદાર સંસ્થા ન હોવાથી આપણું લેકેને વેપાર ડુબે અને અસંખ્ય લેકે દરિદ્ર અવસ્થામાં આવી પડયા. આ સમયે સાકર, રેશમ અને સુરેખાર બંગાળામાં પુષ્કળ અને સસ્તાં મળતાં અને તેમાંથી કંપનીને મેટી કિફાયત થતી, હવાથી તે સર્વ વસ્તુ ગમે તે ભાવે પણ ખરીદ કરવા કંપનીની તાકીદ હતી. જો કે આ વેપારથી ઘણે મેટે નફે થતે તે પણ તેને શરૂઆતમાં ઘણી અડચણે વેઠવી પડતી. અનેક સંકટ આવવા છતાં અહીંનાં માણસને ધીરજ નહીં છોડી ફરી ફરીને યત્ન કરવા ઈંગ્લેડથી આગ્રહ થવાથી આખરે તેમને જશ મળે. સને 1658 ના અરસામાં કંપનીએ બંગાળામાંના પિતાના નેકરેની સંખ્યા બેવડી કરી, નાકરેની ગેરવર્તણુક અટકાવી, અને તેમને પગાર વધાર્યો. શાહજહાનની માંદગીથી તેના કુટુંબમાં કલેષ થયે તે પણ અંગ્રેજો સ્વસ્થ ચિત્ત રાખી પિતાનું કામ કર્યા ગયા. સને 1961 માં બીજા ચાર્સ રાજાએ આપેલી નવી સનદની રૂએ ખ્રિસ્તી સિવાય બીજા લેકે સાથે યુદ્ધ કરી પોતાને વેપાર વધારવાની કંપનીને સત્તા મળી. મદ્રાસના પ્રેસિડન્ટ પાસે બંગાળાને અધિકાર હતું ત્યારે સર એડવર્ડ વિંટરની ખાતરી થઈ હતી કે, “શાંત રહી હાજી હાજી કરવાથી આપણે વેપાર વધવાને નથી. જો કેાઈ મોગલ અધિકારી જકાત માંગે તે તેના ઉપર એકદમ શસ્ત્ર ઉંચકી તેમની સામે થઈ વેપાર ચલાવે.” તે વેળા ઔરંગજેબનો અમલ શરૂ થતું હતું, અને પ્રખ્યાત મીર જીલ્લા બંગાળાને કારભારી હતી. અંગ્રેજોએ તેને કંઈ છે આંગળી કરવાથી તે શસ્ત્ર લઈ તેમની સામે ઉઠે ત્યારે વિંટરને પિતાની સ્થિતિનું ભાન થયું, અને કંપનીને તેને પાછો બોલાવી લેવા જરૂર પડી. એમ છતાં વેપાર ચાલ્યા કરો અને તેમાંથી અસીમ નફે અંગ્રેજોને મળ્યા કરતો. વિંટરે ગંગા નદીની તથા તેનાં પાણીની ઉંડાઈની બારીક તપાસ કરી હતી, અને નદી માર્ગે માલ લઈ જઈ બંગાળાને સ્થાનિક વેપાર પણ પિતાના કબજામાં લીધે હતું. આથી દેશી અને વિદેશી વેપારીઓ વચ્ચે સખત હસાતુંસી ચાલી.