________________ 310 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ ભાગ 3 જે. હતે. શિવાજીએ સુરત લૂટયું ત્યારથી અંગ્રેજોને પિતાના બચાવ માટે ધાસ્તી પડી હતી. મોગલે તરફથી તેમને જોઈએ તે આશ્રય મળતે નહીં, અને અનેક શત્રુ સામે લડવામાં તેમની શક્તિને હદપાર વ્યય થતું. આવી હકીકતમાં સુરત છોડી મુંબઈ જવાથી સઘળા ત્રાસમાંથી છૂટકે થશે એવું કંપનીના અમલદારને લાગ્યું. વળી તેમને સહજ જણાયું કે મુંબઈમાં બંદરની યોગ્ય વ્યવસ્થા કરવાથી કિનારા ઉપર તેમજ પરદેશમાં કંપનીની હાક વાગશે, વલંદા તથા પોર્ટુગીઝે ઉપર નજર રાખવા માટે તથા પશ્ચિમ કિનારા ઉપરના બંદરના મહેમાહેના વેપાર માટે અંગ્રેજ વેપારીઓને તે જગ્યા ઘણુ સગવડભરી થઈ પડશે, અને એ ટાપુ મોગલ રાજ્યની હદની બહાર હોવાથી ત્યાં જરૂરની કિલ્લેબંધી કરી બચાવનાં બાંધકામ ઉભાં કરવાનું કંપનીને અનુકૂળ પડશે. મુંબઈ બેટ મેળવવા માટે સને 1626 થી કંપનીને પ્રયત્ન ચાલુ હતે; સુરતની કન્સિલ માટેનાં વહાણ વસઈમાં બંધાતાં હતાં; અને ૧૬૫ર-પ૩ માં મુંબઈ તથા વસઈ પોર્ટુગીઝ પાસેથી વેચાતાં લેવા કંપની મહેનત કરતી હતી. પણ સને 1666 માં જ્યારે ચાર્લ્સ રાજાએ એ બેટ વેચાતે લેવા કંપનીને કહ્યું ત્યારે ઓછી કિંમતમાં પડાવી લેવાની મતલબથી “મુંબઈને અમને કંઈ ખપ નથી, તે માટે અમને નકામ ખરચ કરવો પડે માટે અમારે તે જોઈએ નહીં” એવું જુદું કહેણ તેણે રાજાને મોકલ્યું. કેટલીક વિછી પછી આખરે દર વર્ષે દસ પડ એટલે 100 રૂપીઆ ભાડા તરીકે રાજાને આપવાના કરારથી મુંબઈ બેટ સને 1668 માં તા. 23 મી સપ્ટેમ્બરે કંપનીના સ્વાધીનમાં આવ્યો. રાજાને આ બાબતને હુકમ સુરતના અધિકારીને તા.૧ લી સપ્ટેમ્બર 1668 ને દીને મળતાં ત્યાંના ગવર્નર કન્ડને ગુડિઅર (Goodyer) તથા સર સ્ટેનશમ માસ્ટરને મુંબઈ મોકલી ગેરી (Gary) પાસેથી બેટને કબજો મેળવ્યા. એ પછી ઍકસેન્ડને મુંબઈ આવી કામની વ્યવસ્થા માટે નવા નિયમે કરી તેને અમલ કરવા માટે એક અધિકારી ની. એ પછી તરતજ એ મરણ પામવાથી વધુ વ્યવસ્થા કરવાનું છેઅરને માથે