________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 309 તરફના વેપારના સંબંધમાં વલંદા તથા અંગ્રેજો વચ્ચે ફરીથી જે યુદ્ધ શરૂ થયું (સ. ૧૬૬પ-૬૭) તેમાં પાર્લામેન્ટ પાણીની માફક પૈસે ખરએ તે પણ ઈગ્લેંડને યશ મળ્યો નહીં. હિંદુસ્તાનમાં તે વેળાએ મેગલ બાદશાહ ઔરંગજેબે ઉભય પ્રજાને લડવાની મનાઈ કરવાથી અંગ્રેજો બચી ગયા, નહીંતર અહીં પણ તેમની કંપની ઉખડી જતે. મોગલ સત્તાની હદની બહાર ના પ્રદેશમાં વલંદાઓ સર્વોપરી હોવાથી તેઓએ કૅલિકટ, કાચીન, પુલરૂન વગેરે કબજે કર્યા. આ ઉપરથી અંગ્રેજો અને તેમની વચ્ચે યુદ્ધ શરૂ થાય તે અગાઉ, મસાલાના ટાપુઓમાં જેવી આપણી હાલત થઈ તેવીજ હિંદુસ્તાનમાં પણ થશે કે શું એવી સુરતમાંની અંગ્રેજ કઠીના પ્રેસિડન્ટને ધાસ્તી પડી. પણ એ બેઉ પ્રજા વચ્ચે યુરોપમાં ચાલેલાં યુદ્ધને સને 1967 માં બ્રેડા આગળ થયેલા કેલકરારથી અંત આવ્યો. એ કરારની રૂએ પૂર્વમાંના દ્વીપસમૂહ ઉપર સઘળે ઠેકાણે વલંદાઓનું ઉપરીપણું મંજુર થયું. આ મુજબ ચાર્લ્સ રાજાને અપજશ થવાથી તે ગભરાઈ ગયે. મુંબઈ બેટ તેને નકામો પડે, ભેટ મળતાં તે તાબે લેવા માટે સને 1662 માં તેણે પાંચ વહાણોમાં ચારસો અંગ્રેજો મોકલ્યા હતા, પણ અનેક રોગોથી પીડાઈ તેમને મોટો ભાગ મરણ પામવાથી, ત્રણ વર્ષે માત્ર 97 આદમીઓ મુંબઈમાં ઉતર્યા. એના વહિવટ માટે પાંચ વર્ષમાં રાજાએ ત્રણ ગવર્નર મેકલ્યા, પણ તે ત્રણે નાલાયક, તકરારી તથા આપમતલબી નીકળ્યા. | મુંબઈ બેટ અને ટાપુ એ સંજ્ઞામાં થાણુ તથા સાષ્ટીને સમાવેશ થતો કે નહીં, એ બાબત પોર્ટુગીઝ અને અંગ્રેજો વચ્ચે તકરાર ઉપસ્થિત થઈ હતી, છતાં પણ એ પ્રાંત તે વેળા અંગ્રેજોના તાબામાં આવ્યા નહોતા. માત્ર મુંબઈ બેટ ચાર્લ્સ રાજાને મળે, પણ તેને કંઈ ઉપગ થયે નહીં અને વિના કારણે તે ઉપર તેને ભારે ખરચ કરવો પડતો. સુરતના અંગ્રેજ અને ગેવાના પિર્ટુગીઝ વચ્ચે વિના કારણે વિરોધ થવાથી મરાઠા તથા મોગલની સ્વારીઓ સામે પોતાનો બચાવ કરવાનું બન્નેને મુશ્કેલ લાગ્યું. આથી મુંબઈની નડતર કહાડી નાખવાનું રાજાના મનમાં આવતાં કંપનીને મુંબઈ જોઈતું હોય તે લેવા કહ્યું કંપનીને ડોળ એ ટાપુ ઉપરજ