________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. એક ગ્રીક ગ્રહસ્થ ઈ. સ. 46 માં પંજાબમાં આવ્યો હતો તે વેળા તેણે આ સ્થંભ જોયા હતા, અને તેના ઉપરના લેખ વંચાતા હતા એમ તેણે લખેલા સિકંદરના વૃતાન્ત ઉપરથી જણાય છે. સિકંદર પુષ્કળ વિદ્વાન લોકને પિતાની સાથે તેડી લાવ્યો હતો. તેમની મારફતે તેણે હિંદુસ્તાનની બારીક માહિતી મેળવી. પ્રથમ તે જેલમ નદી ઉતર્યો ત્યારે તેણે પુષ્કળ હેડીઓ બાંધવા હુકમ આપ્યો હતો, તે પ્રમાણે એ પાછો ફર્યો ત્યારે ઉત્તમ પ્રકારની અસંખ્ય હેડીઓ તૈયાર થઈ હતી. સિકંદરે આ સ્વારીની સર્વ વ્યવસ્થા કરવાનું કામ નિઆરકસ (Nearchus) નામના હોંશિઆર અમલદારને સોંપ્યું હતું. આજ હેડીઓ મારફત સિકંદર સિંધુ નદીમાં થઈ હિંદી મહાસાગરમાં આવ્યો. તેની સાથે એક લાખ વીસ હજાર ફેજ, બસો હાથી, અને નાનાં મોટાં બે હજાર વહાણ હતાં. ફેજના ત્રણ સરખા ભાગ કરી તેમાં એક તેણે વહાણ ઉપર ચડાવ્યો, અને બીજા બે ભાગને નદીના દરેક કાંઠા ઉપરથી સાથે ચાલતા આવવા હુકમ ફરમાવ્યો. બન્ને કાંઠા ઉપરના રાજાઓએ સિકંદરને ખંડણી આપી. કેટલાકને તેણે હરાવ્યા અને કેટલાક પિતાની મેળે જ શરણે આવ્યા. આ નદીને હજાર માઈલને લાંબો પ્રવાસ પુરો થતાં નવ મહીના નીકળી ગયા. | સિંધુ નદીમાંથી સમુદ્ર ઉપર નીકળતાં સિકંદરને ઘણે સંતોષ થયે, અને વહાણોની વ્યવસ્થા કરવાનું નિઆર્કસને માથે નાખી પિતે સમુદ્રને કાંઠે કાંઠે ઈરાન ગયે. બાકીની ફેજ પણ તેજ પ્રમાણે જમીન ઉપર કિનારે કિનારે ગઈ. સિંધુને કિનારો છેડ્યા પછી સાત મહિને સિકંદરનું આખું લશ્કર ઈરાની અખાતના ઉત્તર છેડા ઉપર યુક્રટિસ નદી આગળ એકઠું થયું. હિંદુસ્તાન વિશે કેટલીક ખરી અને ઉપયોગી ખબરે આજ વખતે યુરોપમાં ગઈ. સિકંદરની આ સફરની કેટલીક તપસીલવાર હકીકત મી. વિન્સેન્ટ સ્મીથ (Vincent Smith)ના પુસ્તકમાં આપેલી મળી આવે છે તે મને રંજક અને ઉપયોગી જણાયાથી હેઠળ આપી છે - ઈરાન દેશ છતી સિકંદર ઈશાન તરફ વળી મધ્ય એશિઆમાં ગયો. ત્યાંથી અમૃદયંને સપાટ પ્રદેશ, જેને પહેલાં બેકીઆ કહેતા અને જેની