________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. દેશમાં નાઈલ નદીને કાંઠે પિતાના નામનું એક શેહેર સ્થાપી તેણે ફિનિશિયન લેકેની રાજધાની ટાયરને ઘણું સખત સેહ પહોંચાડી. એલેકઝાન્દ્રીઆ શહેર વસાવવામાં સિકંદરનામાં કેવા ઉત્તમ પ્રકારની દીર્ઘદ્રષ્ટિ તેમજ ધૂર્તતા હતી તે પ્રત્યક્ષ માલમ પડી આવે છે. અનેક રાજ્યક્રાન્તિ થયા છતાં આસરે અરાઢસો વર્ષ લગી આ શહેર હિંદુસ્તાનના વેપારનું મુખ્ય સ્થાન રહ્યું હતું. ઈરાન જીતી સિકંદર સમર્કદ ગયો, અને ત્યાંથી હિંદુસ્તાન તરફ વળે. રસ્તામાં તેણે અનેક દેશ અને લેકેનું બારીક નિરીક્ષણ કર્યું તે તેને માલમ પડ્યું કે સઘળી સારામાં સારી ચીજોનું મૂળ સ્થાન હિંદુસ્તાન હતું, અને તેથી જ તે દેશ જીતવા તેને અધિક ઈચ્છા થઈ. આગળ જતાં તે વાયવ્ય કોણને રસ્તે હિંદુસ્તાન આવ્યો. એતિહાસિક કાળમાં ખાઈબર ઘાટમાં થઈને આ દેશમાં આવનાર આ પહેલેજ શર પુરૂષ હતે. તક્ષશિલા ઉર્ફે અટક આગળ હેડીના પુલની મદદ વડે સિંધુ નદી ઓળંગી તે આ તરફ આવ્યો. જેલમ નદીને કાંઠે તેને પિરસ રાજા સાથે લડાઈ થયાબાદ તે દક્ષિણ તરફ વળતાં પંજાબની ફળદ્રુપતા નિહાળી ચકીત થઈ ગયે. નાઈલ, યુક્રટિસ, ટાઈગ્રિસ ઇત્યાદિ અનેક નદીઓ અને તેના કાંઠા ઉપરના અસંખ્ય ફળદ્રુપ પ્રદેશ તેણે આ પહેલાં જોયેલા હોવાથી, પં. જાબ પ્રાંતમાં પરમેશ્વરની કૃપા, સૃષ્ટિને વૈભવ અને મનુષ્યની અલ પૂર્ણતાની ટોચે પહોંચી હેય એમ તેને લાગ્યું. પણ ગંગા નદી અને તેના કાંઠાને પ્રદેશ આના કરતાં પણ વધારે ફળદ્રુપ અને શેભાયમાન છે, અને તેના પ્રમાણમાં સિંધુ નદી અને પંજાબ કાંઈ પણ વિસાતમાં નથી એમ સાંભળતાં તરતજ પિતાના સૈનિકોને એકઠા કરી આગળ વધવા માટે સિકંદર બાદશાહે અત્યંત આગ્રહ કર્યો. પરંતુ તેઓએ માટે તેઓના પગ ઉપડ્યો નહીં. આથી અતિશય નાસીપાસ થઈ તેઓની મરજીની ખાતર સિકંદરને પાછા ફરવાની જરૂર પડી. બાદશાહ બિઆસ નદી લગી આવેલ હતું એટલે ત્યાંથી પાછા ફરતાં અગાઉ તે નદીને કાંઠે તેણે બાર ભવ્ય સ્થંભ ઉભા કર્યા. એપિલેનિઅસ ટાએનિઅસ નામને