________________ 298 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. (5) લશ્કરી શિક્ષણ કમિટિ. (બ) નૌકા કમિટિ એની પાસે વહાણને લગતી દરેક બાબતની વ્યવસ્થા કરવાનું કામ હતું. () ખાનગી વેપારની કમિટિ–કંપનીના નામ હેઠળ કંપનીના માણસો તરફથી ચલાવવામાં આવતા ખાનગી વેપાર ઉપર આ કમિટિ દેખરેખ રાખતી. કંપનીની નોકરીમાં રહેવા ઈચ્છનાર શખ્સનું નામ કોર્ટની રૂબરૂ એકાદ સભાસદ તરફથી મુકવામાં આવતું; ત્યાં તે સ્વીકારવામાં આવતાં તેને નોકરી માટે કંપનીને રીતસર અરજી કરવી પડતી. પછી એવા ઉમેદવારેની પરીક્ષા લેવા માટે હિસાબી કમિટિને લખવામાં આવતું; ત્યાં પાસ થયેલા ઉમેદવારેને કોર્ટ ઓફ ડાયરેકટર્સના સભાસદોની બહુમતીથી નોકરીમાં લેવામાં આવતા. એવી વખતે પ્રત્યેક સભાસદ પિતાને મત કાગળ ઉપર લખી તે કાગળ એક પેટીમાં નાંખતે, અને એ રીતે એકઠા થયેલા મતની ગણત્રી થતી; કઈ કઈ વાર હાથ ઉંચા કરી મત લેવાને પણ પ્રચાર હતું. એ પછી જે ગ્રહસ્થની નિમણુક મંજુર થઈ હોય તેને ડાયરેકટરે રૂબરૂ ઈમાનદારીથી વર્તવાના સોગન લેવા પડતા, અને જામીન રજુ કરવા પડતા. હિંદુસ્તાનમાં ઘણુંખરૂં ત્રણ પ્રકારના નેકર હતા; વેપારી (મચંટ), દુકાનદાર ફેક્ટર) અને કારકુન (રાઈટર). એ ઉપરાંત કેટલાક નાના છોકરાઓને ઉમેદવાર તરીકે લેવામાં આવતા; તેઓ સાત વર્ષ લગી એક નિષ્ઠાથી ઉમેદવારી કરે છે તેમને કાયમની કરી મળતી. કારકુન એટલે રાઈટરને વાર્ષિક પગાર 100 રૂપીઆ મળતું, અને તેને 5000 રૂપિઆના જાતમુચરકા આપવા પડતા. ત્રણ વર્ષ દુકાનદારી કર્યા બાદ તેને વરિષ્ઠ દુકાનદાર તરીકે નીમવામાં આવો, અને બીજાં ત્રણ વર્ષ બાદ તે વેપારી એટલે મર્ચંટની પદવી ઉપર જતો, એવા વેપારીને જ વખારના મુખીની જગ્યા મળતી, જેને વાર્ષિક પગાર 400 રૂપીઆ હતે. આવી રીતે ઠરાવેલા પગાર ઉપરાંત સઘળાં માણસને રહેવાની જગ્યા તથા જમવાખાવાનું કંપનીને ખર્ચે મળતું. સને 1960