________________ ર૭૮ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કેનની કંપનીને પહેલી સફરમાં જે કે સારે ફાયદે મળ્યો હતે તેપણ તે ઈસ્ટ ઈન્ડીઆ કંપની સામે ટક્કર ઝીલી શકી નહીં. વલંદા લેકે તરફથી તેનાં વહાણેને અતિશય હેરાનગતી પહોંચતી પણ સ્વરક્ષણના સાધનને અભાવે કેર્ટનની કંપની ઈસ્ટ ઈન્ડીઆ કંપની સાથે પડેલા વિગ્રહ બાબત કંઈપણ તેડ કહાડવા અથવા તે તેમાં જોડાઈ જવા તૈયાર થઈ રાજાને પણ જેવી ઈસ્ટ ઈડીઆ કંપની તરફથી પ્રાપ્તિ હતી તેવી કેન તરફથી ન હોવાથી તે તેના પ્રત્યે નાખુશ થયું હતું. ત્યારબાદ સને 1639 માં રાજાએ પૂર્વના વેપારની બરાબર તપાસ કરી ખરી હકીકત જાહેર કરવા માટે એક કમિટિ નીમી. તે કમિટિએ કરેલી તપાસ ઉપરથી રાજાએ કેનની સનદ રદ કરી, અને ઈસ્ટ ઈનડીઆ કંપનીને ન ભંડળ ઉભો કરવા પરવાનગી આપી. આવેલી અડચણ ગમે તેમ કરી રાજા નિભાવી લેતો; પણ આખરે તેને સને 1649 માં અંત આવ્યો. સને 1643 માં ઈગ્લંડમાં કંપનીના ગવર્નર તરીકે વિલિઅમ કોકેન (William Cokayn) ની એક ડેપ્યુટી ગવર્નર તરીકે વિલિઅમ મેāલ્ડ (William Methwold) ની નિમણુંક થઈ. મેāા ઘણે ચાલાક તથા હોંશીઆર હતા, હિંદુસ્તાનના વેપારની તેને સંપૂર્ણ માહિતી હતી, અને ત્યાંથી ધનાઢય થઈ તે ઈંગ્લેંડ પાછો ફર્યો હતો. એ પ્રથમ સને 1615 માં સુરત આવ્યા પછી વેપારની માહિતી મેળવતે આખા હિંદુસ્તાનમાં ફિ. ગેવળકન્ડાની હીરાની ખાણની વાત એણેજ પ્રથમ પ્રસિદ્ધ કરી. સને 1631 થી 37 સુધી એ સુરતને પ્રેસિડન્ટ હતા તે દરમિયાન કંપનીને વેપાર તેણે ઘણો સારો ચલાવ્યો. બંગાળા પ્રાંતમાં વખાર ખલવાનું પ્રત્સાહન કંપનીને એણેજ આપ્યું હતું. ટુંકાણમાં ઇંગ્લંડમાં કંપનીની સ્થિતિ માઠી થતાં મેāલ્ડ સરખા ગૃહસ્થોએ હિંદુસ્તાનમાં તેને વધારે કે આપી સજીવન કરી હતી. આવી રીતે અંગ્રેજ વેપારીઓ અનેક ખટપટ કરવામાં નિરંતર મશગુલ રહેતા. ચાર્લ્સ રાજા હૈયાત હતું ત્યારે અને તેને શિરચ્છેદ થયા