________________ ૨પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. તેને આ રીતે પસંદ પડી નહીં. તેણે લાંચ કિંવા નજરાણું આપી સુરતના અધિકારીઓની મરજી સંપાદન કરવા ખટપટ ઉઠાવી નહીં ત્યારે લાંચીઆ અધિકારીઓની તેની પ્રત્યે ખફા મરજી થઈ, અને તેઓએ તેને ત્રાસ આપવા માંડે. આથી તે ધૂર્ત મુત્સદી ડગમગ્યો નહીં, અને કંઈ પણ અપમાન સહન કર્યા વિના તેણે પિતાને ઉદેશ પાર પાડે. સુરતના અધિકારીઓની દરકાર ન કરતાં રે જ્યારે આગ્રા જવા નીકળ્યો ત્યારે તેમણે તેની ખુશામત કરવા શરૂ કરી. આટલાથી જ મોગલ અધિકારીઓ કરતાં અંગ્રેજ એલચીનું ડહાપણ વધારે જણાઈ આવે છે. એક સત્તાધિકારી એલચી તરીકે રોના આ દેશમાં આવવાથી કંપનીની પરિસ્થિતિમાં ઘણો ફેર પડી ગયે. મેગલ દરબાર અને પોર્ટુગીઝ લોકો વચ્ચે જે કોલકરાર થતા હતા તેમાં અંગ્રેજોને મેગલ હદમાં નહીં રહેવા દેવા માટે એક કલમ હતી, અને તે મુજબને હુકમ સુરત આવ્યો પણ હતું. આ ઉપરથી સુરતમાં વખત યા વિના રે ત્વરાથી આગ્રા જવા ઉપડયો. આગ્રામાં એના આગમનની બાતમી મળતાં તેને માટે રસ્તાને પરવાને દરબારમાંથી આવ્યું, અને સુરતના અધિકારીઓને ઠપક મળે. સુરતથી નીકળ્યા પછી બે મહિને તા. 23 મી ડિસેમ્બર સને 1615 ને દીને રે અજમેર પહોંચ્યો. રરતામાં બહરાનપુર આગળ શાહજાદા પઝિને મળી તેણે ત્યાં આગળ વેપારની કેઠી ઘાલવા પરવાનગી મેળવી. અહીં રોને ઘણો સખત તાવ આવ્યો, અને આગ્રા પહોંચ્યો ત્યારે એ ભયંકર માંદગીમાંથી ભાગ્યે જ છૂટે હતો. તા. 10 મી જાનેવારી સને 1616 ને દિવસે એ પહેલવહેલે જહાંગીરના દરબારમાં ગયે. - 6, મેગલ દરબારની સ્થિતિ –જહાંગીર બાદશાહ વિશે રોનું મત ઘણું ઊંચા પ્રકારનું છે. મદ્યપાનથી બાદશાહ અશક્ત અને આળસુ થયે હતું, તે પણ તેનામાં અકબરના ઘણું ગુણે માલમ પડતા હતા. ખાસ કરીને બીજાને ગ્ય સન્માન આપી તેની સાથે અદબથી વર્તવાને મેટે ગુણ જહાંગીરમાં હતું. ઈરાની અથવા તુક એલચીને જેટલો આદર મેગલ દરબારમાં થયો હતો તેના કરતાં પણ વિશેષ સન્માનથી ને