________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફર તથા સર ટેમ્સ રે. 251 રાજા મોટે ભાગ્યશાળી છે; તેની દરીઆ ઉપરની સત્તા પ્રબળ હોવાથી સઘળા દેશોને તેની બહીક લાગે છે, તેની રૈયત તેની આજ્ઞા પાળવામાં હમેશા તત્પર રહે છે એટલું જ નહીં પણ તેને સર્વ રીતે પોતાના પિતા સમાન લેખે છે.” ઈત્યાદિ અનેક વાત મોગલ બાદશાહના મન ઉપર ઠસાવવા રોને પ્રયત્ન કરવા રાજાએ ખાસ આગ્રહ કર્યો હતે. આ પ્રમાણે સઘળી ગોઠવણ સંપૂર્ણ કરી તા. 2 જી ફેબ્રુઆરી સને 1615 ને દીને સર ટોમસ રે પંદર નોકરેના રસાલા સાથે “લાયન' નામના વહાણમાં ઈગ્લેંડથી નીકળે. પ્રતિકૂળ પવનને લીધે એક મહિના સુધી ઈગ્લેંડના કિનારા ઉપરથી ઘણે દૂર એ જઈ શક્યો નહીં. સુરત પહોંચતાં વિતેલા છ મહિના તેને ઘણું કંટાળા ભરેલા લાગ્યા, કેમકે વહાણ ઉપરના અધિકારી સાથે તેને અણબનાવ થયો હતો. રસ્તામાં કેપ ઑફ ગુડ હેપ, કેમેરે અને સકે બેટ આગળ ના વહાણે લંગર કર્યું હતું. તેને અહીં હિંદુસ્તાનથી પાછું ફરતું એક વહાણ મળતાં તેની તરફથી પૂર્વની ઘણી હકીકત તેને મળી. તા. 18 મી સપ્ટેમ્બર 1615 ને દિવસે એ સુરત પાસે સુંવાળીના બંદરમાં ઉતર્યો તે વેળા એડવર્સ નામને કંપનીને એક એજટ આગ્રામાં મેગલ દરબારમાં હતા. ગુજરાતની સુબાગીરી શાહજાદા ખુર્રમ (પાછળથી થયેલા શાહજહાન) પાસે હોવાથી તેની તરફથી ઝુલશકારખાન ગુજરાતને કારભાર ચલાવતે. મુકરબખાન નામને તેની પહેલાને સુબેદાર દિલ્હીમાં હોવાથી તેની મારફતેજ અંગ્રેજો સાથે મેગલની ભાંજગડ ચાલુ હતી. બાદશાહને પોર્ટુગીઝ લેકે સાથે છેડે વખત અગાઉ જ સમુદ્ર ઉપર સહેજસાજ ઝપાઝપી થયા પછી બન્ને વચ્ચે સલાહ થઈ હતી, અને શાહજાદા તથા બીજા સરદારે સઘળા પિર્ટુગીઝના પક્ષમાં દાખલ હતા. - આવી સ્થિતિમાં રેને મુત્સદ્દીપણુંનું થોડું કામ કરવાનું રહેતું. હિંદુસ્તાનમાં પગ મુકતાજ અનેક અડચણે તેની સામા આવી ઉભી રહી. પ્રથમથી જ એણે પિતાને ભાર રાખી કામ કરવા નિશ્ચય કર્યો કેમકે કંપનીના અગાઉ થઈ ગયેલા અધિકારીઓએ મેગલ દરબારમાં હલકા નોકરોની તથા સિપાઈ, હમાલ વગેરેની ખુશામત કરી પિતાનું કામ સાધ્યું હતું.