________________ 225 પ્રકરણ 8 મું. ] - ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. કંપનીને આપવામાં આવેલા અધિકારને સારાંશ - 1. કંપનીના સભાસદ, તેમના પુખ્ત ઉમરના છોકરાઓ, તેમ તેના નેકર તથા ઉમેદવાર એ સર્વને પંદર વર્ષ લગી પૂર્વના વેપારને ઈજા આપવામાં આવે છે. 2. મેગેલનની સામુદ્રધુની અને કેપ ઑફ ગુડ હેપની વચમાંના એશિયા, આફ્રિકા અને અમેરિકાના ગમે તે દેશ, બંદર અથવા બેટને માલ લાવી કંપનીએ વેપાર ચલાવ. 3. (અ) ઉપર કહેલા દેશમાં જોઈએ તેટલી જમીન વેચાતી લેવાને, (બ) ફરીઆદ માંડવાને, પિતાના ઉપરની ફરીઆદમાં બચાવ કરવાને તથા સિક્કો વાપરવાનો, (ક) પિતાની વ્યવસ્થા કરવા માટે જોઈએ તેવા નિયમ ઘડવાને, તથા (1) અંગ્રેજી કાયદા પ્રમાણે ગુન્હેગારોને દંડની અથવા દેદની શિક્ષા કરવાને, કંપનીને અધિકાર છે. (4) આ સનંદમાં નિર્દિષ્ટ કરેલી કંપની સિવાય બીજા અંગ્રેજો ઉપર જણાવેલા દેશો સાથે વેપાર ચલાવશે તે તેને શિક્ષા થશે. આ ઉપરાંત રાણીએ પોતે કંપનીને કંઈક વિશેષ સરળતા કરી આપી હતી. પહેલી ચાર સફરમાં કંપની વેચવા માટે જે માલ દેશાવર લઈ જાય તે ઉપર નિકાસ જકાત તેણે માફ કરી, અને આયાત જકાત ભરવા માટે 6 થી 12 મહિનાની મહેતલ આપી. પહેલી સફરમાં ત્રણ લાખ રૂપીઆ લગીની ચાંદી અથવા રોકડ નાણું ઈગ્લંડની બહાર લઈ જવાની કંપનીને પરવાનગી હતી, પણ તે પછીની સફરમાં પરદેશ ગયેલું નાણું છ મહિનાની અંદર સ્વદેશ પાછું લાવવાનું ઠરાવ હતો. આને અર્થ એટલે જ કે દેશમાંના પૈસા બહાર ન જવા દેવા માટે તે વેળા અડગ પ્રયત્ન થતા. મોગલ બાદશાહીમાં પણ નાણાં માટે એવાજ નિબંધ હતા. આ સિવાય 500 અંગ્રેજ ખલાસી અને 6 વહાણે જોઈએ ત્યારે કંપનીને મળ્યા કરે એ રાણીએ હુકમ કર્યો હતો. વળી કામકાજ વ્યવસ્થિત રીતે ચાલશે તે ઈજારાની પંદર વર્ષની