________________ 224 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સભામાં સત્તર માણસને ડાયરેકટર નીમી વેપાર શરૂ કરવાનું ઠરાવ થયો. ડાયરેકટરએ દરરોજ સભા ભરી 60,000 રૂપીઆનાં ચાર વહાણ વેચાતાં લીધાં, અને પહેલી સફર રવાના કરવા નક્કી કર્યું. રસ્તાના તથા ભજન વગેરેના ખર્ચ માટે બીજા 60,000 રૂપીઆ આપવા તથા લેખંડ, કલઈ અને કાપડ પરદેશમાં વેચવા માટે વહાણ ઉપર ચડાવવા ડાયરેકટરએ નક્કી કર્યું. આ ગોઠવણ થયા પછી કંપનીના ગવર્નરની તથા પહેલી સફરના ઉપરી (Commander)ની નિમણુક કરવા માટે તા. 30 અકબરે ભરાયેલી સભામાં વીસ ડાયરેકટરોની એક વ્યવસ્થાપક સભા મુકરર થઈ. એજ સભામાં ઓલ્ડરમેન ડ્રગ્સ સ્મિથ કંપનીને પહેલે ગર્વનર નીમાયો, અને કેપ્ટન લેંકેસ્ટર સફરનો ઉપરી થયો. એમના હાથ હેઠળ ડેવિસ, મિડલટન વગેરે કેટલાક બાહોશ પુરૂષો મળી એકંદર 480 માણસો સર્વાનુમતે નીમવામાં આવ્યાં. એમાંના 36 ફેકટર્સ (Factors) એટલે હિસાબી કારકુનોને રૂ. 5000 સુધીના જામીન આપવાના હતા. આ સઘળાઓના પગારની બાબતમાં એટલું જ કહેવું બસ છે કે કેપ્ટન ડેવીસને 100 પૈડ પગાર તરીકે તથા જાતનો વેપાર કરવા માટે 200 પિાંડ કર્જ આપ્યા હતા, અને પાછા ફર્યા પછી સફરને નફે 200 ટકા થાય તે 500 પૈડ બક્ષિસ, 300 ટકા થાય તે 1000 પિંડ બક્ષિસ અને 100 ટકા થાય તે 2000 પાંડ બક્ષિસ આપવાને ઠરાવ હતે. તા. 31 મી ડીસેમ્બર 1600 ને દિવસે કંપનીની સનદ ઉપર રાણીની સહી થઈ ત્યારે આ કંપનીમાં 215 સભાસદ હતા, અને અલ એફ કંબલેંડ તેમને અધ્યક્ષ હતો. સનદને મુખ્ય મજકુર આ પ્રમાણે હત આપણું દેશની આબરૂ રાખવા, લેકએ સંપત્તિ મેળવવા, દરિયાઈ સત્તા વધારવા, એટલે ટુંકમાં કાયદાસર વેપાર કરી આપણું દેશને આબાદ કરવાના હેતુથી એક રાષ્ટ્રિય સંસ્થા સ્થાપન કરવામાં આવે છે. આ સંસ્થાને પૂર્વ તરફના પ્રદેશમાં વેપાર કરનારી લંડનના વેપારીઓની કંપની અને ગવર્નર " એવું નામ આપવામાં આવે છે. આ નામ પ્રમાણે તેણે પિતાનું કામ કરવાનું છે.