________________ 194 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. વલંદાઓએ પિતાની જુની હઠ છોડી નહીં, અને પોતાના પ્રતિસ્પર્ધઓની પેઠે આગળ વધવાની દરકાર કરી નહીં. યુરોપમાં તેઓ સર્વથી છુટા પડી ગયા હતા. કારણ તેઓએ પિતાની હદમાં પરદેશી વહાણેને આવવા દીધાં નહીં, તેમ રાજ્યમાંની નદી તથા નહેરમાં અન્ય કોને ફરવા દીધા નહીં. આવાં કારણોને લીધે તેમને અનહદ નુકસાન પહોંચ્યું. તેઓ જે જર્મની સાથે જોડાઈ ગયા હતા તે અંગ્રેજે એશિયા ખંડમાં મોટા મુલકના ધણી થઈ બેસત નહીં. વળી ડચ રાષ્ટ્રની પ્રજાની સંખ્યા નાની હતી, અને તેનાં પૂર્વ તરફનાં રાજ્યનો પાયો ઘણોજ ઢીલ હતા. આવા અનેક કારણને લીધે આખરે વલંદાઓ અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. તેમની અને અંગ્રેજો વચ્ચે સો પચાસ વર્ષ ચાલેલા ઝગડામાં ઈગ્લેંડને તે વેળા ઘણું ખમવું પડયું હતું તે પણ તેને અંતે જય થા. વલંદાઓના જુલમમાંથી બચી જવા માટે અંગ્રેજોને પૂર્વના દ્વીપસમૂહમાંથી નાસી જવું પડવાથી તેમની દ્રષ્ટી અન્ય દિશા તરફ ફરી, અને તેથી જ તેઓ પિતાનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થાપી શક્યા. એ દેશ તેમના કબજામાં આવતાં સઘળા વેપાર ઉપર તેમને કાબુ થયો. કેઈએ વિપત્તિમાં હડી જવું નહીં; પૈર્ય રાખી આગળ વધતાં આખરે યશપ્રાપ્તિ થયા વિના રહેતી નથી એ અંગ્રેજ તથા વલંદા વચ્ચે ચાલેલા ઝગડાનો મનન કરવા યોગ્ય સાર છે. 8. વલંદા નોકરોના પગાર–વલંદા લોકોએ પૂર્વ તરફના બેમાં જે પદ્ધતિ ઉપર પોતાના વેપારની તથા રાજ્યની વ્યવસ્થા કરી હતી તેનું જ કંઈક અનુકરણ અંગ્રેજ કંપનીએ હિંદુસ્તાનમાં કર્યું હતું. એ વ્યવસ્થા નીચે પ્રમાણે હતી. વલંદાઓના કારભારમાં 13 પ્રકારના નોકર હતા - પ્રકાર. | માસિક પગાર ભથ્થુ નામ. ગીલ્ડર. | ડૉલર 1 કારકુન રાઈટર, સજર પૈકી. ( 9 થી 14 2 | અંડર (હાથ નીચેનો) એસિસ્ટંટ. 20 4 અપર (ઉપરી) એસિસ્ટંટ. | 28 થી 36 4 * ગિલ્ડર=સવા રૂપીએ. + ડેસર ત્રણ રૂપીઆ. જ