________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત.. ' 193 સને 1935 માં તેમણે ફસા બેટ પાર્ટુગીઝ પાસેથી કબજે કર્યો; સને 1638 માં સિલેનમાં એ બેઉ પ્રજા વચ્ચે સંગ્રામ શરૂ થયા પછી છેક સને 1658 માં એ બેટ વલંદાઓને મળે. સને 1961 થી 1964 સુધીમાં મલબાર કિનારા ઉપર કલમ, કેચીન, કાનાનુર અને કાંગાનર એમના તાબામાં આવ્યાં. સને 1969 માં સેન્ટ ટમી અને સેલિબીઝ બેટના પશ્ચિમ કિનારા ઉપર મૈકાસર તેમને હસ્તગત થયાં. સને 1682 માં અંગ્રેજો પાસેથી બૅટમ લીધા બાદ સિયામ, ટૅન્કવીન, એમાય વગેરેમની પોતાની કોઠીઓ અંગ્રેજોને ઉઠાવી લેવી પડી. સને 1759 માં વલંદા લેકોએ બંગાળામાંથી અંગ્રેજોને હાંકી કહાડવા જબરો પ્રયત્ન કર્યો પણ કર્નલ ફેડે તેમને ઘણી સખ શિકસ્ત આપ્યા પછી એ બંદોબસ્ત થયો કે બંગાળામાં તેમને 125 થી વધારે માણસનું લશ્કર રહેવા દેવું નહીં. એ બેઉ પ્રજા વચ્ચે અનેક ભાંજગડ થઈ, અને લાંબા યુદ્ધને અંતે જ્યારે વલંદાઓની સત્તા પૂર્વમાંથી નિર્મળ થઈ ત્યારબાદ માત્ર નીચેનાં ઠેકાણાઓ તેમના તાબામાં રહેવા પામ્યાં –જાવા, સુમાત્રા, બાંકા, બોર્નિઓ, સેલિબીઝ, મલાક્કા ઉર્ફે મસાલાના બેટ, તિર ન્યુગિત ઇત્યાદિ. ધીમે ધીમે યુરોપની બીજી દરિયાવધ પ્રજાઓ પૂર્વના વેપારમાં આગળ આવવા લાગી. પહેલાં એશિયાને વેપાર સત્તા તથા શિરજોરીના તત્વ ઉપર ચાલતા હતા, પણ અર્થશાસ્ત્રનાં મૂળતાનું જ્ઞાન થતાં વેપારનાં એ ધોરણમાં ફેરફાર થયો. વલંદાઓએ નવી સ્થિતિ અનુસાર પિતાની વેપાર પદ્ધતિ બદલી નહીં, એટલે પરિણામમાં તેમના હાથમાંથી વેપાર જતે રહ્યો, અને તેની સાથે રાજ્યને પણ ઘણો ખરો ભાગ ગયો. મસાલાના વેપાર માટે વલંદાઓએ પિતાનું મુખ્ય થાણું દૂરના એમ્બેયના બેટમાં કર્યું હતું, પણ એને તે બદલી બટેવિઆમાં આપ્યું ત્યારે મસાલાના વેપારમાં તેમને ખોટ જવા ઉપરાંત તેઓની બદનામી થઈ અને ધીરે ધીરે એકલા મસાલાના વેપાર ઉપર ઉપજીવિકા મેળવવાના દિવસ જતા રહ્યા. યુરેપમાંથી કેન્ચ, જર્મન, અંગ્રેજ વગેરે લેકે કાળ તથા દેશના બદલાતા સંજેગેને અનુસરી રાજકીય અને વેપારી બાબતમાં આગળ આવ્યા તે પણ