________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. 191 બનાવ્યા. પોર્ટુગીઝ બીજા લોકો પાસે ગુલામ વેચાતા લેતા, ત્યારે વલંદાઓ અન્ય લેકેને ગુલામ બનાવવા માટે મહાસાગરમાં પિતાને કાલે ફરતે રાખતા, અને અસંખ્ય માણસોને એકઠા કરતા. ઉપર કહેલી ત્રીજી યોજના કાંઈક વિશેષ ચમત્કારિક છે. પૂર્વમાં ચીન વગેરે દેશના કિનારા ઉપર હથીઆરબંધ માણસો મોકલી મરજીમાં આવે તેટલા લેકેને પકડી લાવવાની રીત કેટલી નિંદ્ય છે તે કહેવાની જરૂર નથી. આટલા લેકેની મજુરી અને જોઈએ તેટલી જમીન ફેગટ મળવાથી મસાલાનાં ઝાડા રેપી વલંદાઓએ અપરિમિત ફાયદો મેળવી લીધો. જે કોઈ ઠેકાણે અંગ્રેજોની આડખીલી હતી તે તે એમ્બેયનાના બનાવ પછી નીકળી ગઈ હતી. કેઈ પણ પરદેશીને તેઓ એક નાનો રેપ પણ જમીનમાં ઘાલવા દેતા નહીં. એવી અનેક રીતે સઘળા લેક પાસે અથાગ મહેનત કરાવી ઉષ્ણકટિબંધમાંની અતિ ફળદ્રુપ જમીન આ લેકેએ સેંકડો વર્ષ લગી પકવી એ કેટલે ફાયદો અને તેટલા માટે લેકે ઉપર નાહક કેટલે જુલમ ! આટલેથીજ કોએનની યુક્તિઓ અટકી નહોતી. કબજામાં આવેલા બેટમાં વ્યવસ્થિત રાજ્યપદ્ધતિ શરૂ કરી કિનારે કિનારે ચાલતે સઘળો વેપાર તેણે પિતાના હાથમાં લીધે, અને ઠેકઠેકાણે નિયમિત જકાત તથા કર ઠરાવી આફ્રિકા, યુરોપ અને એશિયામાંના ઘણેખરે ઠેકાણેથી જળ માર્ગે માલ લાવવાનું તથા ત્યાં માલ પહોંચતું કરવાનું કામ ઉપાડયું. દ્વીપ સમૂહના મળી ગયેલા રાજ્યમાં તેઓએ થોડે ખર્ચ કીલ્લા વગેરે બાંધી સઘળે મુલક દુશ્મને સામે ટક્કર લે તેવો મજબૂત કર્યો. આથી કરી તે સમયે આ તરફ આવેલા યુરોપિયન મુત્સદીઓના વિચાર પ્રમાણે શરૂઆતમાં થયેલા પોર્ટુગીને આબુકર્ક અને છેવટે આવેલા કેન્યના ડુપ્લે જેવોજ મધ્ય ભાગે આવેલા વલંદાઓને કેએન વિલક્ષણ, ધૂર્ત, ચાલાક તથા દીર્ધદષ્ટિ પુરૂષ હતા. આ ગુણ ઉપરાંત અત્યંત પાષાણહદયી એવું વિશેષણ પણ તેને લગાડવું જોઈએ, કેમકે માણસને ઈજાથી થતાં દુઃખ તરફ એના જેવું બેફીકરું બીજું કંઈ હતું નહીં. આ બેફીકરપણું એણે કાયદેસર ઠરાવ્યું, અને એક વખત એ નીતિ ડચ રાષ્ટ્રમાં દાખલ થયા