________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. યુરોપ અને એશિઆ ખંડ વચ્ચે ઘણું પ્રાચીન કાળથી અરસપરસ વ્યવહાર ચાલતો હતો. એશિઆ ખંડ તે સમયથી જ સર્વ સુધારાનું આદિસ્થાન હતું. વિદ્યા, કળા, વેપાર, તત્વજ્ઞાન વગેરે દરેક વિષયનું જ્ઞાન યુરેપને એશિઆ ખંડમાંથી મળતું હતું. ખાસ કરી વેપારના સંબંધમાં જોઈએ તે એ ખંડ વિના યુરોપને બીલકુલ ચાલતું નહીં, કેમકે જીદગીના નિર્વાહ ની ઘણીખરી વસ્તુઓ યુરેપમાં અહીંથી જ જતી હતી. હિંદુસ્તાન, ચીન વગેરે એશિઆ ખંડમાંનાં પુરાતન રાજે સમૃદ્ધિવાન હોવાથી ત્યાંથી જ બીજાં રાજને નિર્વાહની વસ્તુઓ મળતી હતી. પાશ્ચાત્ય રાજ્યના અર્વાચીન ઈતિહાસના સૂક્ષ્મ અવલેકને ઉપરથી માલમ પડે છે કે, સ્પેનિશ, પિર્ટુગીઝ, ડચ, કેચ, બ્રિટિશ, જર્મન વગેરે અર્વાચીન રાજ્ય વેપારથી જ ધનાઢ્ય થયાં, અને તેમ થવાથી જ તેમની રાજ્યસત્તા વધી. અર્થાત જે રાજ્યના હાથમાં દુનીઆને વેપાર વધારે, તેજ રાજ્ય વધારે ધનવાન હતું, અને જે રાજ્ય વધારે દેલવાન, તેનીજ રાજ્યસત્તા પણ વધારે હતી. આ પ્રકાર જેવી રીતે અર્વાચીન ઈતિહાસમાંથી પષ્ટ માલમ પડે છે તેવી રીતે, કિંબહુના તેથી પણ વધારે, પ્રાચીન ઇતિહાસમાંથી જણાઈ આવે છે. માત્ર પ્રાચીન ઈતિહાસની વિશેષ માહિતી આપણને ન હોવાથી આ નિયમ એટલે બધો સ્પષ્ટ રીતે આપણી દ્રષ્ટી આગળ આવતું નથી. લોકોને ઉપયોગી હોય એ માલ દેશમાં જ ઉત્પન્ન થવો જોઈએ, અને તે માલમાંથી ખપની ચીજો તૈયાર કરવાની કુશળતા લેકેમાં હેવી જોઈએ. આ બન્ને બાબતમાં સંપૂર્ણ હોય તેવા દેશને પિતાના નિર્વાહ સંબંધી બીજા ઉપર અવલંબી રહેવાની જરૂર રહેતી નથી. પ્રાચીન કાળનાં રાજ્યોની સમૃદ્ધિનું આજ કારણ હતું. હિંદુસ્તાન, ચીન વગેરે દેશે તે સમયે ધનસંપન્ન હતાં તેનું કારણ પણ એજ. હિંદુસ્તાનમાં સર્વ પ્રકારની અનુકૂળ હવા તથા ફળદ્રુપ જમીન હોવાથી પૃથ્વી ઉપર બીજે ગમે તે ઠેકાણે ઉત્પન્ન થઈ શકે એવા અનેક પદાર્થો અહીં પાકતા, એથી અહીંના લેકને પિતાના નિર્વાહ માટે બીજા ઉપર કદી પણ આધાર રાખે પડતે નહીં. એવી જ રીતે ઉત્તમ કારીગરી અને કળા કૌશલ્યને ઉદય ઘણુંજ