________________ પ્રકરણ 6 હું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 165 તથા અંગ્રેજ પ્રતિસ્પર્ધાઓ ઉભા થયા હતા, અને તેમની સાથે સ્પર્ધા કરવાથી જ તે તરફનું પોર્ટુગલનું રાજ્ય નાશ પામ્યું. સને 1500 થી 1610 સુધીનાં વીસ વર્ષમાં પોર્ટુગીઝો વેપાર અત્યંત આબાદ હાલતમાં હતો. તે સમયે દરેક સફરમાં દેઢસોથી અઢીસો વહાણે વપરાતાં હતાં, પણ હાલમાં લિસ્બનથી ગોવા લગી દર સાલ એક આગબોટની એકજ સફર થાય છે; અને કેપ ઑફ ગુડ હોપથી જાપાન પર્વતના વિશાળ રાજ્ય પૈકી ગેવા, દમણ અને દીવ એ ત્રણજ શહેરો તેમના તાબામાં રહેવા પામ્યાં છે. આ ઉપરથી આવડા મોટા રાજ્યનો કેમ નાશ થયો હતો તે સહજ કપી શકાશે. સને 1580 માં સ્પેન અને પોર્ટુગલ જોડાઈ ગયાં ત્યારે સ્પેન અને ઈગ્લડ વચ્ચે દુશ્મનાવટ હોવાથી બીજા આઠ વર્ષમાં સ્પેનના સઘળા દરઆઈ કાફલાના ચૂરેચૂરા થઈ ગયા. આ યુદ્ધમાં સ્પેને પિોર્ટુગલના વેપારની સઘળી આવક વ્યય કરવાથી હિંદુસ્તાનની સાથે વેપાર ચલાવવા તેની પાસે કાંઈ પણ થાપણ ફાજલ રહી નહીં. સને ૧પ૮૭ માં પોર્ટુગલના એશિયા સાથેના વેપારને સઘળે હક એક કંપનીને વેચવામાં આવ્યો, અને તેથી થયેલું ઉત્પન્ન સ્પેને ચલાવેલા યુદ્ધમાં ખરચાઈ ગયું. આ કંપની વિરૂદ્ધ અધિકારીઓએ પિકાર ઉઠાવ્યાથી કંપનીને વેપાર સારો ચાલ્યો નહીં, અને પરિણામમાં અંગ્રેજ તથા વલંદા કંપનીઓને લાભ થયો. આરંભમાં પૂર્વ તરફ આવેલા પિર્ટુગીઝ અધિકારીઓનો પગાર ઘણોજ છેડે હતો. વાસ્ક ડ ગામા, આબુકર્ક વગેરે પુરૂષો કીર્તિ મેળવવાની આશાએ બહાર પડયા હતા, એટલે તેમને પૈસાની દરકાર હતી નહીં. પરંતુ આ કીર્તિનો લાભ અદ્રશ્ય થતાં પૈસા વગર કામ કરવા કઈ તૈયાર થતું નહીં. શરૂઆતમાં દરિયા ઉપર લૂંટ ચલાવી, જીતેલું શહેર લૂંટી અથવા દેશી રાજા પાસે ખુશીથી અથવા જોરજુલમથી બક્ષિસ મેળવી પોર્ટુગીઝ પિતાનાં ખીસાં ભરતા. ખરું જોતાં આવી રીતે મેળવેલા પૈસા ઉપર રાજા સુદ્ધાનો હક હોવો જોઈએ, પણ તેણે પૂર્વમાં આટલે દૂર ગયેલા આસામીઓના પગાર વધારવાની આનાકાની કરવાથી આ