________________ 164 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. રહ્યું હતું. ભૂપ્રદેશ તાબામાં રાખવાની તેમની શક્તિ નહતી, અને વેપાર ઉપર કાબુ મેળવવાની તેમનામાં યોગ્યતા નહોતી. તેઓ ધમધ હતા, અને તે અંગે ગમે તે સાહસ કરતા. સઘળા પરધર્મીઓને તેઓ દુશ્મન સમજતા તથા તેમનામાં ધર્મની બાબત અસહ્ય મોળાપણું, કુરપણું, ભ્રષ્ટતા વગેરે દુર્ગુણ હોય એમ કલ્પના કરતા. તેમના પાદરીઓએ અનેક પ્રકારનો જુલમ આ દેશના વતનીઓ ઉપર વર્તાવ્યો હતો; માત્ર આબુકર્કેજ હિંદુ લેકે સાથે કંઈક નમ્રતાથી વર્તવા શેડે ઘણે પ્રયત્ન કર્યો હતે. ગામા, સોરેઝ, સિકવેરા, મેક્ઝિસ વગેરેનાં કુર કૃત્યોથી સર્વ લેકે બેહોશ થઈ ગયા હતા, અને પરિણામમાં સને 1567 માં પર્ટુગીઝ લેકે વિરૂદ્ધ સઘળાં હિંદી રાજ્યો એકત્ર થયાં હતાં. તેમનામાં એટલું પણ શૌર્ય નહીં હોત તે તેમને ત્યારેજ નાશ થયા હતા. તેમનું વિલક્ષણ શુરવીરપણું એજ તેમને તારીફ કરવા યોગ્ય ગુણ માલમ પડે છે. સને 1558 માં પોર્ટુગલને રાજ ત્રીજે જૈન મરણ પામે અને સબેશ્ચિઅને ગાદી ઉપર આવ્યો. આ સબશ્ચિઅને ગુમાવેલે વૈભવ પાછો મેળવવા બૅગેન્ઝાને સંપૂર્ણ અધિકાર આપી હિંદુસ્તાન મોકલ્યો, પણ તેને હાથે કાંઈ ઘણું કામ થયું નહીં. એક પ્રતિનિધિ સારું કામ કરતે તે તેની પછીના પાંચ જણાઓ તે સઘળું ઉથલાવી નાંખી ઘેટાળ વાળતા. ચોવિસમા વાઈસરોય આધેડે (ઈ. સ. 1567-1571) સારે કારભાર ચલાવ્યું. પણ એ પછીનાં પાંચ વર્ષમાં પાંચ નાલાયક અમલદારે હિંદુસ્તાનમાં આવ્યા. તેઓએ ચલાવેલી અવ્યવસ્થા તથા ગેરબંદોબસ્તને લીધે રાજાને એશિયામાંના રાજ્યની સહીસલામતી માટે ધાસ્તી ઉત્પન્ન થવાથી તેણે આધેડને સને 1579 માં આ દેશમાં પાછો મોકલ્યો. પણ એક વર્ષ રહી તે અહીંજ મરણ પામ્યો. રાજા સશ્ચિઅને એજ વર્ષમાં દેહ છોડી ત્યારે પિોર્ટુગલનું રાજ્ય સ્પેનના રાજા બીજા ફિલિપના હાથમાં ગયું (ઈ. સ. 1850). આ અગત્યના બનાવના પરિણામમાં કે ખુદ પોર્ટુગલનું હિતાહિત જેનાર કેઈજ રહ્યું નહીં, અને સ્પેન દરેક બાબતમાં ચઢી આવું થયું. સને 1640 માં પોર્ટુગલ પુનઃ સ્વતંત્ર થયું ખરું પણ તે વેળા પૂર્વમાં વલંદા