________________ ૧ર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. થાણામાં પણ પોતાની સંસ્થાઓ સ્થાપી હતી. દેવળ બાંધી તેની આવક ચાલુ કરી આપવી, અને તેમાંથી દેવળને તથા વટભેલા લેકેને ખર્ચ ચલાવે એવી તેમની યોજના હતી. ગરીબ નાનાં છોકરાઓ માટે તેઓએ સદાવ્રત બેસાડ્યાં હતાં, તેમાંથી હજારે છોકરાઓ વટલાવવાનું કામ ચાલતું. દુષ્કાળ જેવે પ્રસંગે તેઓ નાચાર છોકરાંઓ વેચાતાં લેતા. આ વેચાણની કિમત વય ઉપર હતી. એક વર્ષના છોકરાની કિંમત પિર્ટુગલમાં એક બકરા જેટલી પડતી ! આ કામ માટે ગામેગામ ફરનારા પાદરીઓના પ્રયાસથી ફક્ત થાણામાંજ ત્રણ વર્ષના અરસામાં છ હજાર છેકરાઓ એકઠાં થયાના દાખલા મોજુદ છે. એક વખત ગોકુળ અષ્ટમીને દીને (ઑગસ્ટ ૧પ૬૪) વસઇની ખાડીમાં હિંદુ લેકે સ્નાન કરવા ગયા હતા, તેમની ઉપર જેઈટ પાદરીઓએ હલ કરી મારામારી કરી હતી. આવા બનાવો વારંવાર બનતા હેવાથી હિંદુઓને ધર્મના આચાર વિચાર પ્રમાણે ચાલવામાં હરકત પડતી. ખ્રિસ્તી પાદરીઓ એશઆરામ અને મોજમઝામાં મશગુલ રહેતા, અને કોઈની પણ તેમને દરકાર હતી નહીં. સધન પોર્ટુગીઝ સ્ત્રી પુરૂષ મરણ વખતે પિતાની સઘળી દેલત દેવળોને અર્પણ કરતાં, એટલે પાદરીઓના હાથમાં ઢગલાબંધ નાણું જમા થવાથી આ સિવાય બીજું પરિણામ આવી જ શકે નહીં એ સ્વાભાવિક છે. ખ્રિસ્તી થઈ ગયેલા હિંદુઓને સ્વધર્મમાં પાછા દાખલ કરવા માટે તે સમયના બ્રાહ્મણોએ અનેક પ્રયત્ન કર્યા હતા. પિતાના અસલ ધર્મમાં આવવા માટે તેઓ એમને ઉપદેશ કરતા એટલું જ નહીં પણ ગે કુળ અષ્ટમી જેવા મોટા મેળાને દિવસે સમુદ્રસ્નાન અથવા ગંગાસ્નાન કરાવી તેમને શુદ્ધ કરતા. આવા પવિત્ર દિવસેએ ગંગાસ્નાન કરવાથી સર્વ પાતકેનું ક્ષાલન થાય છે તેવી રીતે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાથી થતું નથી એવો શાસ્ત્રાધાર તેઓ સર્વ લેકેને સમજાવતાં. બ્રાહ્મણની આ યુક્તિથી પાદરીઓને ગુસ્સે ઉશ્કેરાયો અને તેમના કામમાં વિક્ષેપ પાડવાના હેતુથી તેઓએ થાણ, વસઈ મુબઈ વગેરે ઠેકાણુના દરીઆ કાંઠે ખડકે ઉપર જ્યાં ત્યાં કેંસ ગોઠવી દીધા. આમ થયા પછી જે જગ્યાએ