________________ પ્રકરણ 6 હું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 161 4. ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારને ખાસ હક આપવા, અને તેઓને વેઠે | વગેરે પકડવા નહીં. 5. જકાતની આવકને કંઈક ભાગ વટલેલા લેકેને ચોખા વહેંચી આપવામાં ખર્ચ. 6. પરધર્મી લેક ખ્રિસ્તીઓની મૂર્તિ બનાવે છે તેમને શિક્ષા કરવી. 7. વટલેલા લેકેને ધર્મનું તથા બીજી બાબતનું શિક્ષણ આપવા માટે પાઠશાળા સ્થાપવી, અને તેમાં વિધર્મી લેકને પણ ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપવું. 8. વટલેલા લેકેને પ્રેમ આપણું ઉપર રહે માટે મમતાથી તેમની તરફ વર્તવું. (પોર્ટુગલના રાજાને પત્ર તા. 8 માર્ચ સને 1546.) આવા હુકમને લીધે ધર્મગુરૂઓનું કામ સહેલું થઈ ગયું. એ પ્રમાણે અમલ કરવાને વાઈસરોયે રાજ્યમાં સઘળે ઠેકાણે ફરમાન મોકલ્યું, હિંદુએનાં મંદીર જમીનદોસ્ત કરવાનો સપાટે ચલાવ્યો, અને બ્રાહ્મણે સામે થશે એમ ધારી તેમને પિતાને મુલકમાંથી હાંકી કહાડ્યા. રાજા, બિશપ અને વાઈસરોય એ ત્રણમાંથી ગમે તેણે ધર્મપ્રસારના કામમાં લેખી હુકમ આપવાથી જે કામ પુર્વ પ્રત્યેક માણસ કરી શકતું તે હવે રાજ્યનું મુખ્ય કામ થઈ પડયું. બિશપે છડેલા હુકમને આશય નિચે પ્રમાણે હતે - રાજાનો હુકમ સામિલ રાખી ધર્મ ખાતાના સર્વ અધિકારીઓને એવું ફરમાવવામાં આવે છે કે હિંદુ લેકોનાં મંદીરે બાંધેલાં તૈયાર હોય અથવા બંધાતાં હોય તે સઘળાં જમીનદોસ્ત કરવાને તેમને પૂર્ણ અખત્યાર છે, આ હુકમ બજાવે, એવું પરમેશ્વરના નામથી મારું તમને કહેવું છે.” પાદરી પિર્ટી ઘણે વિલક્ષણ માણસ હતો. તેનામાં લશ્કરી જુર અને ધર્માભિમાન હોવાથી તે દીવના ઘેરા વખતે હાથમાં ક્રોસ લઈ સિપાઈઓને લડવાને ઉશ્કેરતો હતો. - મુંબઈમાં કૅન્સિસ્કન પાદરીઓ હમેશ સર્વોપરી હતા. તેમણે અહીંથી વસઈ સુધીમાં અનેક દેવળો ઉભાં કર્યાં હતાં, અને ચલ, સાણી તથા