________________ 158 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. બિશપના ઉપરીપણું હેઠળ કેપ ઑફ ગુડ હોપથી ચીન સુધીના વિસ્તીર્ણ પ્રદેશ આવવાથી તેનું મહત્વ ઘણું વધ્યું. સને 1557 માં સબૈશ્વિન રાજાએ ગોવામાં આચંબિશપ નીમી તેના હાથ નીચે ગેવા, ચીન અને મલાક્કાના ત્રણ બિશપને મુક્યા. આ આચંબિશપે સને 1606 માં પૂર્વના પ્રાઈમેટને ખિતાબ ધારણ કર્યો. આ સિવાય આગળ ઉપર ઘણાક ફેરફાર. થયા પણ તેનું વર્ણન કરવાની આવશ્યકતા નથી. ભૂગોળશાસ્ત્ર તથા વેપારના વિમાં પોર્ટુગીઝ લેકેએ જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તેના કરતાં પણ વિશેષ પરિશ્રમ ધર્મની બાબતમાં તેઓએ લીધા હતા. તેમનો મુખ્ય આશય પરધર્મીઓને વટલાવી ખ્રિસ્તી બનાવવાનો હતો, અને એ માટે તેઓએ પિતાથી બનતું કર્યું હતું. મુંબઈ બેટ પોર્ટુગીઝોના તાબામાં આવ્યા પછી ફ્રન્સિસ્કન મિશનરીઓએ ત્યાં રહેતા સર્વાગી વેરાગીઓને વટલાવ્યા, અને મુંબઈ નજદીક આવેલા કેનરી અને મંડપેશ્વરમાંની બુદ્ધ લોકેની ગુફામાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના શરૂ કરી. આ કામમાં મુખ્ય ભાગ લેનાર એન્ટોનિઓ પિર્ટીએ એકલા વસઈ પ્રાંતમાં બે વર્ષના અરસામાં ઓછામાં ઓછાં હજાર માણસોને વટલાવ્યાં હતાં. આ કામમાં પોર્ટુગીઝ સરકાર તથા લશ્કરને તેને ટકે હેવાથી તેની આડે આવનાર સખ્ત શિક્ષા પામતું. આ ગુફામાં મુખ્ય ચૈત્ય છે ત્યાં સેન્ટ માઈકલના દેવળની સ્થાપના થઈ હતી, પણ હાલમાં તેની કોઈ પણ નિશાની માલમ પડતી નથી. વસઈ મરાઠાઓએ લીધું ત્યારે તેમણે એ ગકાઓમાંની તેમજ આસપાસના મુલકમાંની ખ્રિસ્તી ધર્મની નિશાનીઓ જડમૂળથી ઉખેડી નાંખી. ખ્રિસ્તી લેકોએ પિતાના અમલમાં કરેલા મૂતખંડનના અવશેષ અદ્યાપિ દ્રષ્ટીએ પડે છે. ફાધર પાર્ટી મંડપેશ્વર આવ્યો ત્યારે ત્યાંના સુમારે પચાસ યોગીઓ એકદમ નાસી ગયા. એ પછી હિંદુ દેવાલમાં ઘુસી જઈ ત્યાં પાર્ટીએ ખ્રિસ્તી દેવળે સ્થાપ્યાં. આગળ જતાં એ જગ્યાએ પિર્ટુગીઝ રાજા ત્રીજા ને વટલેલ લેકેનાં છોકરાઓ માટે એક પાઠશાળા સ્થાપી, અને તેના ખર્ચ પેટે હિંદુ મંદીરની આવક આપી