________________ પ્રકરણ 6 હું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 157 વર્ષ ઉપર આવી રહ્યા હતા. એમની પછી પોર્ટુગીઝ આવ્યા ત્યારે તેમણે આ સઘળા ખ્રિસ્તીઓને કેચૅલિક ધર્મની દીક્ષા આપવાનો નિશ્ચય કર્યો. સને 1542 માં અત્રે આવેલા ક્રૉન્સિસ ઝેવિઅરે જેyઈટ પંથની સ્થાપના કરી. સને 1560 માં ઇન્કવિઝિશન એટલે ધર્મમતસંશોધન પદ્ધતિ ગેવામાં દાખલ થવાથી અનેક પ્રકારનું ઘાતકીપણું તથા જુલમ ત્યાં શરૂ થયાં, અને તેમાં આરંભમાં આવેલા સેન્ટ ટૉમસ અને નેટોરિઅન ખ્રિ- * સ્તીઓને નાશ થયો. પોર્ટુગીઝોએ પશ્ચિમ કિનારા ઉપર મુંબઈ વસઈ વગેરે ઠેકાણાંઓ લીધાં ત્યારે તેમણે ત્યાંના પુષ્કળ લેકને વટલાવી ખ્રિસ્તી બનાવ્યા, અને ખાસ કરીને બ્રાહ્મણ, પરભુ વગેરે ઉચ્ચ જાતિનાં માણસો ઉપર જુલમ કર્યો. આ ધર્મની લડતનાં કારણે અનેક હતાં. હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મ દાખલ કરવાના તેમના મહાન હેતુને મુખ્ય ઉત્પાદક રાજપુત્ર હેનરી હતે. પિતાની પહેલી તેમજ બીજી સફરમાં વાસ્કો ડ ગામા કેટલાક પાદરીઓ લાવ્યો હતો. સને 1501 માં કેબ્રલ પોતાની સાથે આઠ પાદરીઓ લાવ્યા, કેમકે તેમની મદદથી અહીંના લોકોને એકદમ વટલાવવાને તેનો વિચાર હતા. આ પાદરી કેંન્સિસ્કન પંથના હતા, અને તેમને મુખી કઈબ્રા સ્યુટાને બિશપ હતે. હિંદુસ્તાનમાં આવ્યા પછી એમાંનાં સાત આસામી થોડાજ વખતમાં મરણ પામ્યાં. એ પછી આબુકની સાથે પાંચ પાદરીઓ આવ્યા. સને 1503 માં કચીનને કિલ્લે બંધાયે તથા ગેવા પોર્ટુગીઝને હાથ આવ્યું ત્યારથી એમનું ધર્મપ્રસારનું કામ જોરમાં ચાલ્યું હતું. ગેવાની મસીદ તેડી પાડી પોર્ટુગીઝોએ તે જગ્યાએ પિતાનાં દેવળ બંધાવ્યાં. સને 1517 માં આવેલા લેરે નામના પાદરીએ એક નવું દેવળ બાંધવાની ગોઠવણ કરી. આ પ્રમાણે કેર્થોલિક પંથની સ્થાપના હિંદુસ્તાનમાં થયા બાદ સને 1534 માં એ પંથના મુખ્ય ધર્મગુરૂ રેમના પોપે ગાવામાં બિશપ નામના મુખ્ય અધિકારીની નિમણુક કરી; પૂર્વે બિશપ મદીરા બેટમાં રહેતો હતો અને હિંદુસ્તાનના ધર્માધિકારીઓ તેના તાબામાં હતા. આ નિમણુક પછી જુઓ પૃષ્ઠ 70.