________________ પ્રકરણ 6 . ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 143 મુર્ખાઈ ભરેલી યોજનાઓ તેના મનમાં ઘોળાયા કરતી હતી. એમ છતાં હિંદુસ્તાનના કારભાર સંબંધી તેના વિચારો યોગ્ય તથા શક્ય હતા. રાતા સમુદ્ર તથા ઈરાની અખાત ઉપરનાં નાકાં પોર્ટુગલના તાબામાં લેવાં, અને મુસલમાનોને કિનારા ઉપર તથા પૂર્વ સમુદ્રમાં ચાલતે વેપાર બંધ કરે, એ બે મુખ્ય હેતુઓ તેણે બર લાવવાના હતા. ગેના પિતાના કબજામાં લઈ આરબી સમુદ્રમાંથી મુસલમાનોને સંચાર તેણે બંધ કર્યો, એટલે એમેઝ તથા મલાક્કા પોર્ટુગીઝને હાથ જવાથી મુસલમાનોને આ તરફ આવવાને કોઈ માર્ગ રહ્યા નહીં. પોર્ટુગલ સરખું સુમારે દસ લાખ વસ્તીનું એક નાનું ખ્રિસ્તી રાજ્ય આફ્રિકાથી મલાક્કા લગીને સાત આઠ હજાર કેસ લાંબો, તથા આફ્રિકાના દક્ષિણ છેડાથી રાતા સમુદ્ર સુધીને બે હજાર કેસ પહોળો સમુદ્ર તથા તેને લગતે સઘળો કિનારે પોતાના તાબામાં લે, અને સે વર્ષ લગી મુસલમાન સામે ટક્કર ઝીલે એ કંઈનાનુંસુનું કામ નહોતું. દેખાઈતી રીતે ચાલતો આ વેપાર બાબતને ઝગડો ખરું જોતાં બે ધર્મ વચ્ચે હતો. આબુકર્કના મનમાં મુસલમાની ધર્મ નષ્ટ કરી કેર્થોલિક પંથની વૃદ્ધિ કરવાનો વિચાર એક સરખો રમી રહ્યા હતા. મુસલમાનના મનસુબા પણ કંઈક એજ દિશામાં જતા હતા, એટલે હિંદુસ્તાન તથા ઈજીપ્તમાંના તેમના સ્વધર્મીઓ અને સઘળા તુર્ક લેકે આ મોટા ઝગડામાં સામિલ થયા. આબુકર્કનાં મરણ પછી કેટલાંક વર્ષ તુ લેકેએ પિર્ટગીઝની સારી ખબર લીધી. દીવ, મસ્કત, મલાક્કા વગેરે ઠેકાણે તેમના કાફલાઓ પોર્ટુગીઝ સામે લડતા હતા, તેમાં આરબોને વેનિશિઅન લેકેની મદદ હતી; કેમકે આરબોને કેરે આગળને વેપાર બંધ થતાં નિશિઅન લેકેને જે નુકસાન થયું હતું તેનું વેર લેવા મુસલમાનોની મદદથી તેઓ પોર્ટુગીઝોને શેહ આપવાના હતા. સ્વાર્થની વાત આવે છે ત્યારે સ્વજાતિ તથા સ્વધર્મ કેવાં બાજુએ મુકાય છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. સને 1580 માં સ્પેન અને પોર્ટુગલ એકત્ર થયાં ત્યારે ખ્રિસ્તી લેકેએ મુસલમાન ઉપર સરસાઈ મેળવી. સો વર્ષ ચાલેલા આ ઝગડાને અંતે મારી પાસેથી માગે એટલે હું સર્વ ભિન્નધમાં લેક તથા પૃથ્વી ઉપરના