________________ 142 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કામમાં રોકાયેલા હોવાથી તેઓને આરબી સમુદ્રમાં આવવાનું ફાવ્યું નહીં. આટલાથીજ ઈમેન્યુઅલ રાજાને સંતોષ થયો નહીં. આરંભેલા આ મહાન કાર્યમાં તેણે વિલક્ષણ ધુર્તતા બતાવી. ઈ. સ. 1500 થી 1505 સુધીનાં પહેલાં પાંચ વર્ષમાં મલબાર કિનારા ઉપરને વેપાર તેના તાબામાં આવ્ય; બીજાં પાંચ વર્ષમાં આરબી સમુદ્ર ઉપર તેને સર્વોપરી સત્તા મળી, અને ત્યાર પછીનાં પાંચ વર્ષમાં આબુકર્કને હાથે પશ્ચિમ કિનારા ઉપર તેનાં રાજ્યને પાયો નંખાયે. આલ્બકકે સને 150 3-4 માં હિંદુસ્તાન તરફ પહેલી સફર કરી. અહીંની સ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી પિર્ટુગલ પાછા ફરતાં તેણે સઘળી હકીકત રાજાને નિવેદન કરી. પુનઃ 1507 માં રાતા સમુદ્રના ટુંકા ઉપરનું મુસલમાન થાણે પોતાના તાબામાં લેવાના હેતુથી એક કાફ લઈ એ આ તરફ આવ્યો. પ્રથમ તેણે સેકેટ્રા કબજે કર્યું. ત્યાં મુખ્ય વસ્તી મુસલમાની હતી; હિંદુસ્તાનમાંની માફક ત્યાં કેટલાક ખ્રિસ્તીઓ પણ હતા. બેટ કબજે કર્યા પછી મુસલમાનોની સઘળી જમીન તેણે ખ્રિસ્તી રહેવાસીઓમાં વહેંચી આપી, તથા તેમને રોમન કેર્થોલિક પંથની દિક્ષા આપી. ઓર્મઝમાં પિતાની હાક બેસાડી આબુકર્ક મલબાર કિનારે આવ્યા. અહીં સને ૧પ૦૯ માં આભીડા પાસેથી તેને ગવર્નરની જગ્યાને હવાલે મળે. આ જગ્યા ઉપર એ છ વર્ષ રહ્યો તે દરમિયાન મલબાર કિનારા ઉપર પર્ટુગીઝ સત્તા બરાબર સ્થાપના થઈ. વાસ્તવિક રીતે આબુકર્ક ફક્ત કિનારા ઉપરના પ્રાંતિ મેળવવા માટે મત નહોતે, તેના સઘળા પ્રયત્ને મુસલમાન સામે હતા. ખ્રિસ્તી અને મુસલમાન ધર્મના લેકે વચ્ચે પૂર્વે જેરૂસલમ માટે જે ઝગડો ચાલ્યો હતો તે જ ઝગડો હમણું એ બેઉ ધર્મના અનુયાયીઓ વચ્ચે હિંદુસ્તાનના વેપાર બાબત ચાલતો હતે. આ ઝગડાની કલ્પના આબુકર્કના મનમાં એવી ખટકી રહીં હતી કે ઈજીપ્તના સુલતાનને પ્રદેશ ઉજજડ કરવાના હેતુથી નાઈલ નદીને પ્રવાહ ફેરવી રાતા સમુદ્રમાં લાવવાની તથા મામાના મહમદ પૈગમ્બરની કબર બેદી કહાડી મુસલમાનને જડમૂળથી ઉખેડી નાખવાની વિલક્ષણ તથા