________________ 112 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હાથમાં આવતાં ત્યાંના જે મુસલમાન રહેવાસી તેના કબજામાં આવ્યા તેને તેમનાં નિરપરાધી સ્ત્રી છોકરાંઓ સુદ્ધાં કતલ કરી ઉડાવી નાંખ્યાં, અને ત્રણ દિવસ સુધી શહેરમાં લૂંટ ચલાવવાની પોતાનાં માણસને રજા આપી. આ દુર કૃત્યનું સમર્થન કરવું અશક્ય છે. બીલકુલ વખત ખોયા વિના આલ્બકકે ગોવાની કિલ્લેબંધી મજબૂત કરી લીધી. એટલામાં યુસુફ આદિલશાહ મરણ પામ્યા, અને ગાદીએ આવેલે તેને છોકરે માઈલ અલ્પ વયને હેવાથી વિજાપૂર દરબાર તરફથી ગોવા સંબંધી કંઈ પણ પ્રયત્ન થયો નહીં. ગોવા પોર્ટુગીઝને હસ્તગત થવાથી અનેક કાયમનાં પરિણામ નિપજ્યાં, પિર્ટુગીઝની સત્તા પશ્ચિમ કિનારા ઉપર હમેશની સ્થાપના થઈ. વિજાપૂર, અમદાવાદ, વિજયનગર વગેરે ઠેકાણાના રાજ્યકર્તાને એક નવો શત્રુ ઉભો થયાની ધાસ્તી લાગી. બીજાં સે વર્ષ સુધી પૂર્વમાંથી યુરોપ જનાર સઘળે વેપાર એકલા પોર્ટુગીઝોના તાબામાં રહેવાથી ગોવા શહેર અત્યંત ધનાઢય અને નામાંકિત થયું. એ લાંબા કાળમાં પૃથ્વી ઉપરનાં સર્વ અગ્રગણ્ય શહેરેમાં ગેવાની પહેલી ગણના થતી. ગેવાને લીધે જ આબુકર્ક અને તેને કારભાર ઈતિહાસમાં અમર થયે છે. 10, મલાક્કા ઉપર ચડાઈ (સને ૧૫૧૧).–ગવામાં શાંતિ થયા પછી નાવરના રાજાના ભાઈ મહારરાવને દરસાલ ત્રણ લાખ રૂપીઆ આપવાના બદલામાં આબુકર્ક ગોવા બેટન કારભાર ચલાવવા કરાર કરી આપ્યો, અને પોતે મલાક્કા દ્વીપકલ્પ જીતવાને ઈરાદે લડાયક બારકસે ત્યાંથી હંકારી ગયો. મલાક્કા મસાલાના વેપારનું મુખ્ય નાર્ક હતું. મસાલાના બેટો તથા ચીન જાપાન તરફનો સઘળો વેપાર આ દ્વીપકલ્પના તાબામાં હતો, ખુદ મલાક્કા શહેર એક મુસલમાન સુલતાનની સત્તા હેઠળ હતું, ત્યાંનું અપ્રતિમ બંદર મસાલાના વેપારથી પૈસાદાર થયું હતું, અને ત્યાં ઘણુંખરું સર્વ પ્રાચ્ય રાષ્ટ્રના વેપારી રહેતા હતા. તેમના ટાને નિકાલ કરવા ચાર રાષ્ટ્રના ચાર પ્રતિનિધીની એક સભા નીમવામાં આવી હતી. એ દ્વીપકલ્પ એ આબાદ હતું કે તે “ગેલ્ડન કનીસને નામે