________________ 98 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે વેચવાની પરવાનગી મળી હતી. સને 1502 ના માર્ચ માસમાં આ કાલે પિર્ટુગલથી નીકળી, રસ્તામાં મેઝામ્બિક, કિલ્લા વગેરે ઠેકાણે ત્યાંના રાજા પાસેથી ખંડણી ઉઘરાવી ગસ્ટમાં મલિંદ આવી લાગ્યો. કિલ્લા આગળ કેટલીક મુસલમાન સ્ત્રીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાના આશયથી પોર્ટુગીઝ જહાજ ઉપર આવી, પણ તેમાંની પરણેલી સ્ત્રીઓને રૂખસદ આપી બાકીનીને ગામાએ રહેવા દીધી. મલિંદ છેડી તે પ્રથમ ડાભેલ ગયે. ત્યાંથી અંજીપ થઈ કાનાનુર આવતાં રસ્તામાં હોનાવરની ખાડી આગળ તિમચા નામનો લુટારૂ ચાંચી તેને મળે. ગામાએ તેની પુઠ પકડી તેનાં વહાણે બાળી નાખ્યાં પછી, બીજે દીને તે ભટકળ જઈ પહોંચે. વિજયનગરના રાજાને તાબાના એ બંદરમાં તે કાળે ધમધોકાર વેપાર ચાલતે. ત્યાંના અધિકારી પાસેથી જોરજુલમથી પોતાના લાભને ઠરાવ કરાવી લઈ ગામા કાનાનુર આવ્યો. રસ્તામાં મુસલમાનેનું એક કિમતી માલથી ભરેલું જહાજ તેણે બાળી નાખ્યું, પણ તે ઉપરનાં માણસે જીવ જતાં લગી ઘણું ઝનુનથી તેની સામે લડ્યા. કાનાનુરના રાજા અને ગામાની સ્નેહપૂર્વક મુલાકાત થતાં પરસ્પર નજરાણની આપ લે થઈ અને તેઓએ સઘળા વેપારીઓની સંમતિથી માલ ખરીદવા તથા વેચવા માટેનાં વજનનાં કાટલાં તથા દર નક્કી કર્યા. આ પ્રમાણે ગોઠવણ કરી મુસલમાનોનાં વહાણે ઉપર તેમજ કૅલિકટના રાજા ઉપર વેર લેવા માટે ગામા નીકળ્યો. કૅલિકટના બંદરમાં ગામાને એક પણ વહાણ મળ્યું નહીં, પણ એ ત્યાં દાખલ થયો એટલે રાજાએ પિતે તેને શરણે ગયો છે એમ બતાવવા એક બ્રાહ્મણ એલચીને તેની પાસે મોકલ્યો, અને કાવ્યું કે “વિશેષ ત્રાસ આપનાર મુખ્ય દસ આરબોને હું તમારા તાબામાં સોંપું છું. તેમને તમારે ગમે તેવી શિક્ષા કરવી; એ ઉપરાંત માલની નુકસાની તરીકે વીસ હજાર રૂપીઆ ભરી આપું છું.” આ સંદેશે ગામાએ કબૂલ કર્યો, પણ રાજાએ ઘણા થોડા આરબ મોકલ્યા તે તેને પસંદ પડયું નહીં. વળતે દિવસે એ દસ આરબોએ પિતાના છુટકારાને માટે વીસ હજાર રૂપીઆ આપવા માંડ્યા, પણ તેમનું કાંઈ પણ નહીં સાંભળતાં ગામાએ આરમાર એકદમ શહેરની