________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 97 લઈ ગયો હતો. તેમાંની કેટલીક નીચે પ્રમાણે હતી–તજ, આદુ, સુંઠ, મરી, લહેંગ, જાવંત્રી, જાયફળ, કસ્તુરી, સરકચુરો (civet), સીલારસ (storax ), લેબાન, નાગકેસર, (cassia buds), રૂમીમસ્તકી (mastic), પાચ (myrrth), લાલ અને સફેદ સુખડ, અગર, અંબર, કપૂર, canne, લાખ, anib, tuzzia, અફીણ, માટીનાં વાસણ વગેરે. કેબ્રલના પાછા ફરવા પછી પિર્ટુગલના રાજાએ ડ નવા નામના કસ્તાનની સરદારી હેઠળ ચાર વહાણો હિંદુસ્તાન રવાના કર્યા. તેમની અને કૅલિકટનાં વહાણે વચ્ચે થયેલી મોટી લડાઈમાં પોર્ટુગીઝ લેકે વિજયી નીવડ્યા. આ લડાઈમાં કોચીનના રાજાએ પોર્ટુગીઝોને ઘણી મદદ કરી હતી. લડાઈની આખરે હાથ આવેલાં કૅલિકટનાં એક વહાણ ઉપર 1500 ઉત્તમ મોતી, કેટલાંક રત્નો અને ખલાસીઓને ઉપગનાં ત્રણ ચાંદીનાં યંત્ર ડનેવાને મળ્યાં. આ યંત્રે એ સમયે યુરોપિઅનની જાણમાં નહોતાં. આ સઘળો સામાન લઈ તથા વહાણે માલથી ભરી ડ નવા હિંદુસ્તાનથી નીકળે. યુરોપ જતાં તા. 21 મી મે સને 1502 ને દીને તેને એક બેટ હાથ લાગ્યો. એ દિવસે કેંસ્ટૅન્ટાઈન ધી ગ્રેટ બાદશાહની મા હેલીનાની પુન્યતિથિ હોવાથી તેણે આ બેટનું નામ મરનારના માન્યાર્થી સેન્ટ હેલીના આપ્યું. એ વેળા બેટ ઉપર વસ્તી બીલકુલ નહોતી, તેમજ માણસ જાતને જાણીતાં જાનવરે પણ ત્યાં નહોતાં. ડ નોવાએ વહાણ ઉપરનાં જાનવરોમાંથી કેટલાંક બકરાં, ગધેડાં, ડુક્કર વગેરે એ બેટ ઉપર છેડી દીધાં. આ ટાપુ ઉપર પાણી ઘણું સારું હોવાથી થોડા જ સમયમાં સફરે જતાં આવતાં વહાણેને તે ઘણે ઉપયોગી થઈ પડ્યો. 6. વાસ્કેડ ગામાની બીજી સફર ( ૧૫૦૨-૦૩)કેબલના વૃતાંત ઉપરથી હિંદુસ્તાનને વેપાર હાથ કરવા માટે કૅલિકટના રાજા સાથે સખત યુદ્ધ કરવાની જરૂર છે એવું પોર્ટુગલના રાજાને લાગતાં તેણે એક મોટો લડાયક કાફલો તૈયાર કરાવ્યો, અને તેના ઉપરી તરીકે વાસ્ક ડ ગામાની નિમણુક કરી. આ કાફલામાં 20 વહાણ તથા 800 લડવૈયા હતા. તેઓને ઉત્તેજન તરીકે ખાનગી રીતે મસાલા વગેરે લાવી